21 જુલાઈથી શરૂ થઈ શકે છે અમરનાથ યાત્રા, LG જીસી મુર્મૂએ કરી પૂજા-અર્ચના
Trending Photos
શ્રીનગર: બાબા બર્ફાનીના ભક્તો માટે સારા સમાચાર આવ્યાં છે. અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરના LG જીસી મુર્મૂએ બાબા બર્ફાનીની પૂજા કરી. આ બધા વચ્ચે બાબા બર્ફાનીની પહેલી તસવીર પણ સામે આવી છે. આ ઉપરાંત આ વખતે બાબા બર્ફાની પોતે તમને દર્શન આપવા આવી રહ્યાં છે. આજથી પવિત્ર ગુફામાં દિવ્ય આરતી શરૂ થઈ ગઈ છે. જેનું પહેલીવાર દૂરદર્શન પર પ્રસારણ કરવામાં આવ્યું.
અમરનાથ યાત્રાને લઈને પ્રશાસને તૈયારીઓમાં ઝડપ કરી છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના જણાવ્યાં મુજબ...
- 500 શ્રદ્ધાળુઓને એક દિવસમાં ગુફા સુધી જવાની મંજૂરી મળશે.
- બહારથી આવનારા શ્રદ્ધાળુઓએ કોરોના ટેસ્ટ કરાવવો પડશે.
- જ્યાં સુધી રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન સેન્ટરમાં રહેવું પડશે.
- 55 વર્ષથી ઓછી ઉંમરના ભક્તોને જ મંજૂરી આપવા પર વિચારણા થઈ રહી છે.
- હેલિકોપ્ટરના બુકિંગને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી.
-ઓનલાઈન રજિસ્ટ્રેશનની વ્યવસ્થા થઈ શકે છે.
જુઓ LIVE TV
જમ્મુ અને કાશ્મીરના પ્રમુખ સચિવ બીવીઆર સુબ્રમણ્યમ યાત્રાના સ્વરૂપને લઈને કામ કરી રહ્યાં છે. તેમણે વૈકલ્પિક સડક માર્ગ નીલગ્રથથી બાલટાલમાં ચાલી રહેલા કાર્યોની સમીક્ષા કરી. પ્રશાસને યાત્રાના માર્ગ પર તૈનાત સ્વાસ્થ્યકર્મીઓ અને ડોક્ટરોને પીપીઈ કિટ અને અન્ય સુરક્ષા ઉપકરણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યાં છે. આ વખતે યાત્રા 23 જૂનથી શરૂ થવાની હતી પરંતુ કોરોના સંક્રમણના કારણે તેમાં મોડું થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે