Kerala Blast: કેરળમાં બ્લાસ્ટ કોનું કાવતરું? 2500 લોકોથી ભરેલા કન્વેંશન સેન્ટરને કોણે બનાવ્યું નિશાન

Blast In Kerala: કેરળના એર્નાકુલમના કલામસેરીમાં વિસ્ફોટ થયા છે. સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે એકથી વધુ વિસ્ફોટના અવાજ સંભળાયા હતા. શું આની પાછળ કોઈ આતંકવાદી ષડયંત્ર છે?

Kerala Blast: કેરળમાં બ્લાસ્ટ કોનું કાવતરું? 2500 લોકોથી ભરેલા કન્વેંશન સેન્ટરને કોણે બનાવ્યું નિશાન

Ernakulam Blast Reason: કેરળ (Kerala) ગઈકાલે પણ હેડલાઇન્સમાં હતું અને આજે પણ કેરળ સમાચારોમાં છે. શનિવારે કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈન (Palestine)ના સમર્થનમાં રેલી યોજાઈ હતી. આ રેલીમાં હમાસ (Hamas) ના નેતા ખાલેદ મિશેલે પણ ભાષણ આપ્યું હતું અને આજે એર્નાકુલમ (Ernakulam) ના કલામસેરી વિસ્તારમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ પાછળ શું કાવતરું છે તે હજુ સુધી બહાર આવ્યું નથી. પરંતુ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એક કરતા વધુ ધડાકા સંભળાયા હતા. તેથી NIA અને IBની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. એવું પણ જાણવા મળ્યું છે કે વિસ્ફોટોની તપાસ NIA હાથમાં લઈ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે બ્લાસ્ટમાં 1 સ્થાનિક નાગરિકનું મોત થયું છે. તેમજ વિસ્ફોટમાં ઘાયલોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.

શું આ આતંકવાદી હુમલો હતો?
વિસ્ફોટ બાદ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે ડીજીપી આ બાબતથી વાકેફ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. શું આ આતંકવાદી હુમલો હતો, તેની તપાસ કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ ઉપરાંત અનેક મંત્રીઓ અને પાર્ટીના નેતાઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોની સારવાર ચાલુ છે. કેટલાકની હાલત નાજુક છે. આપને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ વિસ્ફોટને લઈને સીએમ વિજયન સાથે વાત કરી છે.

હમાસ નેતાના ભાષણ પર હોબાળો
કેરળના મલપ્પુરમમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભાને હમાસના નેતા અને ભૂતપૂર્વ ચીફ ખાલેદ મિશેલે ઓનલાઈન સંબોધિત કરી હતી. જે બાદ કેરળ ભાજપે રાજ્યની પિનરાઈ વિજયન સરકાર પર નિશાન સાધ્યું હતું. ભાજપે આક્ષેપ કર્યો હતો કે હમાસ જેવા આતંકવાદી સંગઠનના નેતાને જાહેરસભામાં શા માટે મહિમા આપવામાં આવ્યો? આ સિવાય સોલિડેરિટી યુથ મૂવમેન્ટ (Solidarity Youth Movement) દ્વારા ગાઝા પર ઈઝરાયેલના હુમલાના વિરોધમાં અને પેલેસ્ટાઈનના સમર્થનમાં મલપ્પુરમમાં રેલી અને જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોઝિકોડમાં પણ પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી
કેરળ ભાજપે 26 ઓક્ટોબરે કોઝિકોડમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની રેલીની પણ ટીકા કરી હતી. કોંગ્રેસ સાંસદ શશિ થરૂરની રેલીમાં સામેલ થવા પર ભાજપે પણ સવાલો ઉઠાવ્યા હતા. રેલી પછી, IUML ના રાષ્ટ્રીય મહાસચિવ પીકે કુન્હાલીકુટ્ટીએ કહ્યું કે રેલી ખૂબ જ સફળ રહી. પેલેસ્ટાઈનના સમર્થનમાં કાલિકટ (કોઝિકોડ)માં લાખો લોકો એકઠા થયા. તે જ સમયે ભાજપે આરોપ લગાવ્યો કે IUMLની રેલી હમાસના સમર્થનમાં હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news