આગામી 4 દિવસ આ રાજ્યોમાં થશે મૂશળધાર વરસાદ, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

Gujarat Weather Update: રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે.

આગામી 4 દિવસ આ રાજ્યોમાં થશે મૂશળધાર વરસાદ, જાણો ગુજરાતની શું રહેશે સ્થિતિ

Heavy Rain Alert: દેશના અલગ અલગ રાજ્યોમાં દરરોજ મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ મિઝોરમ, ઝારખંડ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. અહીં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ ઉપરાંત ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં વરસાદ પડશે. અહીં યલ્લો એલર્ટ જાહેર કરાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવનારા દિવસોમાં દેશના પૂર્વ અને પૂર્વોત્તર વિસ્તારોમાં ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. તેમાં એવું પણ કહેવાયું છે કે 2-3 ઓગસ્ટ વચ્ચે ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદમાં વધારો થશે. આ ઉપરાંત 30 જુલાઈથી 3 ઓગસ્ટ વચ્ચે દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ, ચંડીગઢ અને હરિયાણામાં હળવાથી મધ્યમ અને ભારે વરસાદની શક્યતા છે. 

IMD નું યલ્લો એલર્ટ
યલ્લો એલર્ટ વચ્ચે મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં લોકોની જિંદગી નરક બનતી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના પાલઘરની તસવીરો ડરાવનારી છે. અહીં લોકોના ખભા પર ડેડબોડી જોવા મળી. ભારે વરસાદ વચ્ચે લોકો નદી પાર કરીને સ્મશાન જઈ રહ્યા હતા. વરસાદના કારણે અનેક ઠેકાણે રસ્તા તૂટ્યા છે. આ કારણે લોકો પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહતો. અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં ઠેર ઠેર પુલ પડ્યા છે. નાસિકના સુરગનામાં નદીનો ભારે પ્રવાહ પોતાની સાથે રસ્તાને પણ લેતો ગયો. ત્યારબાદ લોકો પોતાને જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે. 

ગુજરાતમાં કેવું રહેશે હવામાન
રાજ્યમાં વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.

રાજ્યમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની શરૂઆત થશે અને 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે.અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તેમજ આહવા, ડાંગ, વલસાડ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે. 1 ઓગસ્ટથી ડીપ ડીપ્રેશન ઓરિસ્સા કિનારે મજબૂત થશે અને પૂર્વ ભારત વિસ્તારમાં આ સિસ્ટમથી વરસાદની શક્યતા છે. વધુમાં કહ્યું કે, આગામી દિવસોમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદને લઈ આગાહી કરી છે.

જયપુરમાં જળતાંડવ
રાજસ્થાનના જયપુરમાં જળતાંડવના કારણે રાજસ્થાનમાં અનેક બંધ ઓવરફ્લો થયા છે. જ્યારે અનેક ઠેકાણે બંધ તૂટવાના કારણે ગામડાઓમાં પાણી ભરાઈ ગયા છે. રાજસ્થાનના અલગ અલગ વિસ્તારોથી પૂરની તબાહીનો ખૌફનાક મંજર જોવા મળ્યો. અજમેર જિલ્લામાં પહાડની ઊંચાઈ પર રસ્તો તૂટી ચૂક્યો છે. જિલ્લાના પ્રસિદ્ધ ચામુંડા માતાના દરબારમાં પહોંચવા માટે લોકો આ રસ્તાનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે મંદિર સુધી પહોંચવાનો રસ્તો બંધ થઈ ગયો છે. 

લેન્ડસ્લાઈડથી અવરજવર બંધ
એ જ રીતે વધુ એક રસ્તો વરસાદના પ્રકોપના કારણે તૂટી ગયો છે. હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં લેન્ડસ્લાઈડની ખતરનાક તસવીર આવી છે. રસ્તા પર કાટમાળ આવ્યા બાદ હાઈવેમાં ગાડીઓની અવરજવર બંધ થઈ ગઈ છે. આ જ હાલ ઉત્તરાખંડના પણ છે. અહીં પણ પહાડો વચ્ચે વસેલા આશિયાના લેન્ડસ્લાઈડની ઝપેટમાં આવી રહ્યા છે. ચમોલીમાં લેન્ડસ્લાઈડના કારણે આ ઘર બરબાદ થઈ ગયું. હિમાચલ પ્રદેશમાં વરસાદથી થયું 8 હજાર કરોડનું નુકસાન થયું છે. છેલ્લા 75 વર્ષની સૌથી મોટી તબાહીથી આઘાતમાં છે હિમાચલ પ્રદેશ. 650થી વધુ રસ્તાઓ હજુ પણ બંધ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news