અયોધ્યા અંગે સુપ્રીમનાં ચુકાદામાંથી ઘણી સકારાત્મક વાતો સામે આવી: AIMPLB

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વરિષ્ઠ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગીએ કહ્યું કે સુપ્રીમનાં ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ

અયોધ્યા અંગે સુપ્રીમનાં ચુકાદામાંથી ઘણી સકારાત્મક વાતો સામે આવી: AIMPLB

લખનઉ : ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના વરિષ્ઠ સભ્ય મૌલાના ખાલિદ રશીદ ફરંગી મહલીએ ગુરૂવારે મસ્જિદ ઇસ્લામનું અભિન્ન અંગ છે કે નહી તે અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આ ચુકાદા પરથી સ્પષ્ટ થઇ ચુક્યું છે કે અયોધ્યા મુદ્દે સુનવણી આસ્થાના પાયા પર જરા પણ નહી થાય.

બોર્ડ કાર્યકારિણીના વરિષ્ઠ સભ્ય મૌલાના રશીદે કહ્યું કે, કોર્ટે ચુકાદાનું અમે સન્માન કરીએ છીએ. જો કે અમે ઇચ્છતા હતા કે ઇસ્માઇલ ફારુકી વાળા કેસમાં સંવૈધાનિક પીઠની સામે મુકવામાં આવે, જેથી મુદ્દો હંમેશા માટે ઉકલી જાય.

બે ખુબ જ સકારાત્મક વાતો સામે આવી
જો કે આજના નિર્ણય પરથી બે વાતો સામે આવી પહેલી કે અયોધ્યા મુદ્દે સુનવણી આસ્થાના પાયા પર નહી થાય પરંતુ માત્ર માલિકીના વિવાદ તરીકે જ થશે. બીજો ઇસ્લાઇલ ફારુકીની કોર્ટને જે વલણ હતું તેની કોઇ પણ અસર અયોધ્યા કેસ પર નહી પડે. 
મૌલાનાએ કહ્યું કે, હવે 29 ઓક્ટોબરથી અયોધ્યા મુદ્દે સુનવણીની જાહેરાત કરવામાં આવી. તેનાથી આશા જાગે છે કે આ મુદ્દે અંતિમ સુનવણી ઝડપથી કરવામાં આવશે. તેમણે એક સવાલનાં જવાબ અંગે કહ્યું કે, આ મુદ્દો જ્યા સુધી ધાર્મિક થઇ જશે. તેમણે એક સવાલ અંગે કહ્યું કે, આ મુદ્દે જ્યા સુધી ધાર્મિક દ્રષ્ટીએ સવાલ થાય તો મસ્જિદનો પાયાનો ઢાંચાનો ઇરાદો જ નમાન અદવા કરવાનો હોય છે. મસ્જિદ હોવી જરૂરી નથી. આ વાત કુરાન, હદીસ અને ઇસ્લામી કાયદા દ્વારા સંપુર્ણ રીતે સાબિત થઇ ચુકી છે. 

જેટલા પણ પ્રમાણ અને જિરહ કોર્ટની સામે રજુ કરવામાં આવે.
મૌલાનાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે અને અયોદ્યા મુદ્દે સુનવણી મુદ્દે તેણે આગામી લોકસભા ચૂંટણી સાથે જોડીને જોવામાં આવે તે યોગ્ય નથી. અમારા બધાની ઇચ્છા છે કે આ મુદ્દે તમામ પ્રમાણો તથ્યો અને દલિલો કોર્ટ સામે રજુ કરવામાં આવે. ત્યાર બાદ કોર્ટ ઝડપથી આ મુદ્દે ચુકાદો આપે. તેને ચૂંટણી સાથે જોડીને જોવામાં ન આવવું જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news