ખિસ્સામાં 1 પૈસો લઈને કરાચીથી ભારત આવ્યાં હતાં રામ જેઠમલાણી, વકીલાત ક્ષેત્રે દુનિયાભરમાં નામના મેળવી

જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં.

ખિસ્સામાં 1 પૈસો લઈને કરાચીથી ભારત આવ્યાં હતાં રામ જેઠમલાણી, વકીલાત ક્ષેત્રે દુનિયાભરમાં નામના મેળવી

નવી દિલ્હી: જાણીતા વકીલ અને પૂર્વ કાયદા મંત્રી રામ જેઠમલાણીનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમણે દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને છેલ્લા શ્વાસ લીધા. રામ જેઠમલાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતાં. રામ જેઠમલાણીની ગણતરી દેશના સૌથી સારા વકીલોમાં થતી હતી. તેમણે પોતાના જીવનમાં અનેક મોટા કેસ લડ્યા અને જીત્યા હતાં. જેઠમલાણી કેન્દ્રીય કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ 1996માં અટલ બિહારી વાજપેયી સરકારમાં કાયદા મંત્રી રહ્યાં હતાં. આ સાથે તેમણે અનેક હાઈ પ્રોફાઈલ કેસ પણ લડ્યાં. કરાચીથી તેઓ ખિસ્સામાં એક પૈસો લઈને ભારત આવ્યાં હતાં. ત્યારબાદ તેમણે અહીં મોટા મોટા કેસ લડીને વકીલાતમાં નામના મેળવી. 

1. રામ જેઠમલાણીનો જન્મ 14 સપ્ટેમ્બર 1923ના રોજ તત્કાલિન બોમ્બે પ્રેસિડેન્સીના શિકારપુર(હવે પાકિસ્તાનનો ભાગ)માં થયો હતો. 

2. રામ જેઠમલાણીએ 17 વર્ષની ઉંમરે એલએલબીની ડિગ્રી મેળવી હતી. તેઓ વિશેષ સ્થિતિમાં 18 વર્ષની ઉંમરે વકીલ બન્યા હતાં. તે સમયે વકીલ બનવા માટે ઓછામાં ઓછી 21 વર્ષની ઉંમર હોવી જરૂરી હતી. તેમણે ત્યારબાદ બોમ્બે યુનિવર્સિટીમાંથી વકીલાતમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. 

જુઓ LIVE TV

3. રામ જેઠમલાણીએ પોતાની વકીલાત અને પ્રોફેસરીની શરૂઆત દેશના ભાગલા પડ્યાં તે પહેલા સિંધ પ્રાંતમાં કરી હતી. તેમણે કરાચીમાં પોતાના મિત્ર એકે બ્રોહી સાથે મળીને એક લો ફર્મની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 1948માં દેશના ભાગલા બાદ કરાચીમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આવામાં બ્રોહીની સલાહ પર તેઓ ભારત આવી ગયા હતાં. તે સમયે તેઓ ખિસ્સામાં માત્ર એક પૈસો લઈને ભારત આવ્યાં હતાં. આ પૈસાના આધારે તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં શરણાર્થી શિબિરમાં રહ્યાં હતાં. 

4. જેઠમલાણી પોતાનો પહેલો કેસ 17 વર્ષની ઉંમરે સિંધની કોર્ટમાં લડ્યા હતાં. તેમણે વકીલ  બનવા માટેની ઉંમર મર્યાદાના નિયમને પડકાર્યો હતો. ભારતમાં તેમણે પહેલો કેસ બોમ્બે રેફ્યુજી એક્ટ સામે લડ્યો હતો. તેમણે બોમ્બે હાઈકોર્ટમાં આ કેસ લડ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news