અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ

અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બર્બર હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક જણ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી કરી રહ્યાં છે.

અત્યંત ધૃણાસ્પદ..અલીગઢમાં અઢી વર્ષની બાળકીની હત્યા કરી આંખો કાઢી લીધી, SIT કરશે તપાસ

અલીગઢ: અલીગઢના ટપ્પલમાં અઢી વર્ષની બર્બર હત્યાના મામલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. દરેક જણ આરોપીને કડકમાં કડક સજા આપવાની માગણી કરી રહ્યાં છે. આ બધા વચ્ચે યુપી પોલીસે આ મામલે તપાસ માટે એસપી ગ્રામીણની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. મામલાએ તૂલ પકડ્યા બાદ પોલીસે  બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. હત્યાનો આરોપી જાહિદ પીડિત પરિવારનો પાડોશી હોવાનું કહેવાય છે. પૈસાને લઈને તેમની વચ્ચે વિવાદ થયો હતો. ટપ્પલમાં ગુરુવારે કચરાના ઢગલા નીચેથી 3 અઢી વર્ષની માસૂમ બાળકીનું ક્ષત વિક્ષત હાલતમાં શબ મળી આવ્યું હતું. પોલીસના જણાવ્યાં મુજબ આરોપીઓએ પહેલા માસૂમ બાળકીનું અપહરણ કરી લીધુ અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી. પિશાચ જેવા આ આરોપીઓને આટલેથી મન ન ભરાયું તો તેમણે તે માસૂમ બાળકીની આંખો પણ કાઢી લીધી. બાળકીનો મૃતદેહ મળ્યા બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓને તહેનાત કરાયા છે. 

— ANI UP (@ANINewsUP) June 7, 2019

આ મામલે બેદરકારી વર્તવા બદલ ટપ્પલના એસઓને સસ્પેન્ડ કરાયા છે. આ સાથે જ તપાસના આદેશ પણ અપાયા છે. કેસમાં પાક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે પીડિત પરિવારને ડીએમ બે લાખ રૂપિયા આપશે. આ મામલે એડીજી લો એન્ડ ઓર્ડર આનંદકુમારે પ્રેસ કોન્ફન્સ કરીને જણાવ્યું કે 30મી મેના રોજ બાળકી રમવા ગઈ હતી અને ત્યાંથી ગૂમ થઈ ગઈ. પરિવારનો આરોપ છે કે પોલીસ તરફથી બેદરકારી વર્તવામાં આવી. 31મી મેના રોજ ફરિયાદ દાખલ થઈ. તેમણે જણાવ્યું કે એસઆઈટીની રચના કરી દેવાઈ છે. સીઓ અને 4 આઈઓને તપાસ માટે કહેવાયું છે. એડીજીએ કહ્યું કે પોસ્ટમોર્ટમના આધારે તપાસને આગળ વધારવામાં આવી છે. 

નૃશંસ રીતે બાળકીની હત્યા કરી દેવાયા બાદ લોકોમાં આક્રોશ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર બાળકી માટે ન્યાયની માગણી કરવામાં આવી રહી છે. મામલો બે સમુદાય સંબંધિત  હોવાના કારણે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ  પોલીસ (એસએસપી) આકાશ કુલહરિએ ગુરુવારે જણાવ્યું હતું કે ગત 31મી મેના રોજ ટપ્પલથી ગૂમ થયેલી અઢી વર્ષની બાળકીનો ક્ષત વિક્ષત હાલતમાં મૃતદેહ તેના ઘરની પાસેના એક કચરાના ઢગલામાં દબાયેલો મળી આવ્યો હતો. બાળકીની પિતાની ફરિયાદના આધારે ઝાહિદ અને અસલમ નામની વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. 

જુઓ LIVE TV

બાળકીના પિતા સાથે પૈસા અંગે હતો વિવાદ
પોલીસે પ્રાથમિક તપાસના આધારે જણાવ્યું કે ઘટનાની પાછળ લેતીદેતીનો વિવાદ છે. પોલીસે ઘટનાને લઈને  બે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો છે. એસએસપી આકાશ કુલહારિએ ગુરુવારે જણાવ્યું કે પકડવામાં આવેલા બંને આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે બંને આરોપીઓનો બાળકીના  પિતા સાથે પૈસાની લેવડદેવડ સંબંધે ઝગડો થયો હતો. કુલહરિએ જણાવ્યું કે બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકી સાથે બળાત્કારના સંકેત મળ્યા નથી. તેનું ગળું દબાવીને હત્યા કરાઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાળકીના પિતાએ આરોપીઓ પાસેથી 10,000 રૂપિયા ઉધાર લીધા હતાં. પૈસા પાછા આપવાને લઈને બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ આરોપીઓએ આ શરમજનક કરતૂતને અંજામ આપ્યો. 

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટ્યો, બોલિવૂડ હસ્તીઓ પણ ક્રોધે ભરાઈ
આ ઘટનાને લઈને સોશિયલ મીડિયામાં ખુબ આક્રોશ જોવા મળી રહ્યો છે. જો કે બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાના જે અહેવાલો છે તે અંગે અલીગઢ પોલીસે ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી એક પોસ્ટ કરીને કહ્યું કે આ બધી અફવાઓ છે. બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એવી કોઈ ઘટનાનો ઉલ્લેખ નથી. બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરે આ ઘટના અંગે  રોષ ઠાલવતા કહ્યું કે બર્બરતા છે, દોષિતોને જાહેરમાં ફાંસીની સજા આપવી જોઈએ. સાનિયા મિર્ઝાએ પણ આ ઘટનાને બર્બરતાપૂર્ણ ઘટના ગણાવી. 

બોલિવૂડ અભિનેત્રી ગુલ પનાગ, અભિનેતા અભિષેક બચ્ચન, ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવને પણ આ ઘટનાને લઈને ક્રોધ અને નારાજગી વ્યક્ત કરી. ગુલ પનાગે પોતાની ટ્વીટમાં લખ્યું કે આપણે એવા દેશમાં રહીએ છીએ કે જ્યાં માસૂમ બાળકીઓ પણ સુરક્ષિત નથી. આવી વારદાતને અંજામ આપનારા આરોપીઓ માટે ફાંસીની સજા પણ ઓછી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news