રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ

વલસાડની સામાન્ય સભામાં આજે અનોખા અંદાજમાં એક સભ્યનો વિરોધ જોવા મળ્યો હતો. રજૂઆતો છતા કામ ન થવાથી ભાજપના એક સભ્યએ સામાન્ય સભામાં રમકડાંવાળી કરી હતી. આમ, આ વિરોધને પગલે વલસાડની સામાન્ય સભામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. સત્તાધારી પક્ષના જ સભ્યએ આવી રીતે વિરોધ કરતા વલસાડની આ સામાન્ય સભા આજે ચર્ચાનો વિષય બની હતી.

રિસાયેલા બાળકની જેમ ભાજપના સભ્યએ વલસાડની સભામાં કર્યો વિરોધ

જય પટેલ/વલસાડ :વલસાડની નગરપાલિકાની સામાન્ય સભામાં આજે અનોખા અંદાજમાં એક સભ્યનો વિરોધ જોવા મળ્યો હતો. રજૂઆતો છતા કામ ન થવાથી ભાજપના એક સભ્યએ સામાન્ય સભામાં રમકડાંવાળી કરી હતી. આમ, આ વિરોધને પગલે વલસાડની સામાન્ય સભામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિરોધ બાદ ઉજેશ પટેલ અને પીડબલ્યુડીના ચેરમેન વચ્ચે વિવાદ પણ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં સત્તાધારી ભાજપના સભ્ય ઉજેશ પટેલનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના સભ્ય ઊજેશ પટેલે મોઢે પટ્ટી બાંધી સભામાં એન્ટ્રી કરી હતી. એટલું જ નહિ, તેઓ સમગ્ર સભામાં પટ્ટી બાંધીને જ બેસ્યા હતા, અને સાથે જ સાથે ચાલુ સભામાં જ રમકડાં રમતા દેખાયા હતા. અનેક રજૂઆતો છતાં પોતાના વિસ્તારમાં કોઈ કામ નહિ થતાં હોવાથી તેમણે વિરોધનો અનોખો પ્રયાસ અપનાવ્યો હતો. 

ચર્ચા બાજુમાં રહી, અને બોલાચાલી થઈ
બજેટલક્ષી આ સામાન્ય સભામાં જ્યાં ચર્ચા ચાલી રહી હતી, તે દરમિયાન વલસાડ નગરપાલિકામાં શાસક પક્ષ નેતા ઉજેશ પટેલ અને પીડબ્લ્યુડીના ચેરમેન વચ્ચે બોલાચાલી થઈ હતી. અપક્ષ સભ્યો અને ઉજેશ પટેલને ફરિયાદ અને જેલ મોકલવાને લઈને બોલાચાલી થઈ હતી. ઉગ્ર રજૂઆતને પગલે પાલિકાની સભામાં ગરમાવો આવ્યો હતો. જેને કારણે સભામાં લેવામાં આવેલ કામો સાઈડ પર જ રહ્યા, અને સભાને મુલતવી રાખવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news