આ પાર્ટીએ કર્યો વાયદો, અમને મત આપશો તો દારૂ અડધા ભાવે, તથા સોનું-બકરો મળશે સાવ મફત'

ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ કઈ હદ સુધી જાય છે તેનું તાજું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. દિલ્હીની એક પાર્ટીના ઉમેદવારે ચૂંટણી જીતવા માટે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે વિચિત્ર વાયદાઓનું પેમ્ફલેટ બનાવીને વિતરણ કરવા માંડ્યું છે.

આ પાર્ટીએ કર્યો વાયદો, અમને મત આપશો તો દારૂ અડધા ભાવે, તથા સોનું-બકરો મળશે સાવ મફત'

નવી દિલ્હી: ચૂંટણી જીતવા માટે પાર્ટીઓ કઈ હદ સુધી જાય છે તેનું તાજું ઉદાહરણ દિલ્હીમાં જોવા મળી રહ્યું છે. દિલ્હીની એક પાર્ટીના ઉમેદવારે ચૂંટણી જીતવા માટે અને મતદારોને પોતાના પક્ષમાં કરવા માટે વિચિત્ર વાયદાઓનું પેમ્ફલેટ બનાવીને વિતરણ કરવા માંડ્યું છે. જેમાંથી મોટા ભાગના વાયદાઓ તો એવા છે જેના પર ભરોસો કરવો અશક્ય છે. જેમ કે દારૂ અડધા ભાવમાં, દરેક મહિલાને સોનું ફ્રી, ઈદ પર દરેક મુસ્લિમ પરિવારને બકરો ફ્રી, સાથે યુવતીના લગ્ન પર અઢી લાખ રૂપિયા, પ્રાઈવેટ શાળામાં ફી અડધી, બધાને રાશન ફ્રી. આવા વચનો દિલ્હીમાં ચૂંટણી લડી રહેલી એક પાર્ટીના છે. 

इस पार्टी ने किया वादा, 'आप हमें वोट दीजिए, हम आपको शराब, सोना, और फ्री में बकरा देंगे'

દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ગત વખતે ચૂંટણી અગાઉ વીજળી ફ્રી અને પાણી અડધા ભાવે આપવાનું વચન આપ્યું હતું. પરંતુ આ વખતે તો દિલ્હીમાં એક પાર્ટી તેના કરતા પણ ચાર ડગલાં આગળ નીકળી ગઈ છે. દિલ્હીમાં ચૂંટણી લડી રહેલી સાંજી વિરાસત પાર્ટીના ઉમેદવાર અમિત શર્મા આ પ્રકારના વિચિત્ર કહી શકાય તેવા વાયદાના પેમ્ફલેટ બનાવડાવીને લોકોમાં વહેંચી રહ્યાં છે. આ વાયદા પર ભરોસો કરવો જ લગભગ અશક્ય છે. 

સાંજી વિરાસત પાર્ટીના ઉમેદવાર અમિત શર્મા
આ પાર્ટીના ઉમેદવાર અમિત શર્મા એવા એવા વાયદા કરીને લોકોને સપના બતાવી રહ્યા છે કે જે માત્ર કલ્પના જ લાગી શકે. પરંતુ અમિત શર્મા પાસે આવા વચનો અંગે તેમનું પોતાનું જ તર્ક છે. મોટા ભાગના લોકોનું જ્યાં એવું માનવું  છે આ એક સસ્તી લોકપ્રિયતા મેળવવાનો રસ્તો છે અને તમામ વાયદા અસલિયતથી ઘણા દૂર જોવા મળી રહ્યાં છે. 

જુઓ LIVE TV

જો કે આ  પાર્ટીના ચૂંટણી વાયદા લોકોમાં ચર્ચાનો વિષય જરૂર બન્યાં છે. સોશિયલ મીડિયા ઉપર પણ આવા ચૂંટણી વાયદા ખુબ શેર કરવામાં આવી રહ્યાં છે. જો કે આવું પહેલીવાર નથી બન્યું કે કોઈ  પાર્ટીએ ચૂંટણી પહેલા 'ફ્રી'ની લોલીપોપ બતાવીને મતદારોને લલચાવવાની કોશિશ કરી હોય. સમય સમય પર રાજકીય પક્ષો આવી લોલીપોપ બતાવતા હોય છે અને તેનો ફાયદો પણ તેમને મળતો હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news