આવકવેરા વિભાગના દરોડાથી અખિલેશ યાદવ લાલચોળ, યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી આવશે, દિલ્હીના મોટા મોટા નેતા ઉત્તરપ્રદેશમાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પણ હવે ચૂંટણી લડવા આવી ગયા. હજુ ED અને CBI પણ આવશે. અમને આ બધું પહેલાથી જ ખબર હતી અને અમે રાહ જોઈ રહ્યા હતા.

 આવકવેરા વિભાગના દરોડાથી અખિલેશ યાદવ લાલચોળ, યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા

નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના લખનઉ અને મઉમાં સપા નેતાઓ પર શનિવારે પડેલી રેડ પર રાયબરેલીમાં જણાવ્યું હતું કે ચૂંટણી પહેલા આ બધું જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. આ બધું પહેલા પણ થઈ શકતું હતું, પરંતુ ચૂંટણી પહેલા આ કાર્યવાહી જણાવે છે કે બીજેપી સરકાર ભેદભાવથી કામ કરે છે. આ વાતને ઉત્તરપ્રદેશની જનતા સારી રીતે સમજી ચૂકી છે.

અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, જેમ જેમ ચૂંટણી આવશે, દિલ્હીના મોટા મોટા નેતા ઉત્તરપ્રદેશમાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈન્કમ ટેક્સના અધિકારીઓ પણ હવે ચૂંટણી લડવા આવી ગયા. હજુ ED અને CBI પણ આવશે. અમને આ બધું પહેલાથી જ ખબર હતી અને અમે રાહ જોઈ રહ્યા હતા. અખિલેશ યાદવે જણાવ્યું કે મેં પહેલા પણ કહ્યું હતું કે ઈડી, ઈન્કમટેક્ષ અને સીબીઆઈ ચૂંટણી પહેલા આવશે.

તમને જણાવી દઈએ કે શનિવારે મઉના સમાજવાદી પાર્ટી પ્રવક્તા રાજીવ રાય, લખનઉના જેનેંદ્ર યાદવ અને મેનપુરીના મનોજ યાદવના ઘરે આજે સવારે (શનિવાર) આયકર વિભાગે રેડ કરી હતી. તેના પર અખિલેશ યાદવે જણાવ્યું કે રાજીવ રાય પાર્ટીના પ્રવક્તા છે અને તે ઈન્કમટેક્ષ ભરે છે, જો કોઈ પહેલા મુશ્કેલી રહી હોય તો આ તપાસ પહેલા કેમ કરવામાં આવી નહીં? જ્યારે રિટર્ન ભરાયેલું હતું. તેમણે ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને બંગાળમાં કેવી રીતે કેન્દ્રિય એજન્સીઓનો દુરપ્રયોગ કરવામાં આવ્યો હતો, આ બધું જનતા જાણે છે. તમને જણાવી દઈએ કે જૈનેન્દ્ર યાદવ ઉર્ફ નીટૂ અખિલેશ યાદવના ઓએસડી (OSD) છે.

સરકારના નિર્ણયોના કારણે જનતા પર સંક્ટ આવ્યું
અખિલેશ યાદવે જણાવ્યું કે બીજેપી સરકારે લીધેલા નિર્ણયોના કારણે જનતા પર સંક્ચ આવ્યું છે. આ સરકારે માત્ર લોકોને હેરાન પરેશાન કરવા સિવાય કોઈ કામ કર્યું નથી. તેમણે ઉમેર્યું કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના રસ્તે ચાલી રહી છે. કોંગ્રેસનો જૂનો ઈતિહાસ તપાસો, જ્યારે પણ ડરાવવા કે ધમકાવવાના હોય ત્યારે તેઓ કેન્દ્રિય એન્જસીઓનો ઉપયોગ કરી આવા કૃત્ય કરતા હતા. કોંગ્રેસની જેમ બીજેપી સરકારે જનતાને હેરાન પરેશાન કરી છે. પરંતુ હવે જનતાએ નિર્ણય કરી લીધો છે કે બીજેપીનો ધડમૂડમાંથી ઉખેડી ફેંકવાની છે.

અખિલેશે કહ્યું- ભેદભાવથી કામ કરે છે બીજેપી
સપા સુપ્રીમોએ કહ્યું કે બીજેપી જણાવી રહી હતી કે અમે રામરાજ્ય લાવીશું, પરંતુ જે સમાજવાદનો રસ્તો છે, તે જ રામરાજ્ય લાવશે. જો સમાજવાદ આવી જાય તો તેજ રામ રાજ્ય છે. અખિલેશે કહ્યું કે સમાજવાદ આવ્યા સિવાય રામરાજ્ય લાવવું અશક્ય છે. બીજેપી સરકાર ભેદભાવથી કામ કરે છે. આ સરકારના કાર્યકાળમાં ખેડૂતો સતત અપમાનિત થતા રહ્યા છે. કિસાન આંદોલનને સતત કચડવાની કોશિશ કરી, પરંતુ હવે યૂપીની જનતા પરિવર્તન લાવવા તૈયાર છે.

ગંગામાં સીએમે ડૂબકી ન લગાવતા અખિલેશે પ્રહાર કર્યા
વારાણસીમાં સીએમ યોગી આદિત્યનાથે ગંગામાં ડૂબકી લગાવી નહોતી, આ મુદ્દે અખિલેશ યાદવે પ્રહાર કરતા જણાવ્યું હતું કે અમારા સીએમને ખબર છે કે મા ગંગાની સફાઈ થઈ નથી. એટલા માટે તેમણે ડૂબકી લગાવી નહોતી. સીએમ જાણે છે કે યમુના અને ગોમતીનું ગંદું પાણી ગંગામાં વહી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news