'જે નુપુર શર્માનું માથું વાઢી નાખશે તેને હું મારું મકાન અને પૈસા આપીશ' કહેનારા સલમાન ચિશ્તીને પોલીસે દબોચ્યો

 'જે નુપુર શર્માનું માથું વાઢી નાખશે તેને હું મારું મકાન અને પૈસા આપીશ' કહેનારા સલમાન ચિશ્તીને પોલીસે દબોચ્યો

અજમેર દરગાહના ખાતિમ સલમાન ચિશ્તીની આખરે ધરપકડ કરવામાં આવી છે. તેણે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા વિરુદ્ધ ભડકાઉ નિવેદન આપ્યું હતું. વીડિયો વાયરલ થયા બાદ અમજેર  દરગાહના ખાદિમની ચારેબાજુ આલોચના થઈ રહી હતી. 

એડિશનલ સુપ્રીટેન્ડેન્ટ ઓફ પોલીસ વિકાસ સાંગવાને જણાવ્યું કે સલમાન ચિશ્તીને ગત રાતે ધરપકડ કરાયો છે. સલમાન ચિશ્તી દરગાહ  પોલીસ મથકનો એક હિસ્ટ્રીશીટર પણ છે, તે વીડિયોમાં નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન ઈનામમાં આપવાની વાત કહેતો નજરે ચડ્યો હતો. 

ખાદિમ સલમાન ચિશ્તીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છ. આ વીડિયો એવો જ છે જેવો વીડિયો ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલના હત્યારા રિયાઝ મોહમ્મદ અને ગૌસ મોહમ્મદે કન્હૈયાલાલની હત્યા પહેલા તૈયાર કર્યો હતો. લગભગ બે મિનિટ પચાસ સેકન્ડના આ વીડિયોમાં પોતાની ધાર્મિક ભાવનાઓનો હવાલો આપતા સલમાન ચિશ્તી ખુલ્લેઆમ નુપુર શર્માની હત્યાની ધમકી આપતો જોવા મળે છે. 

વાયરલ વીડિયોમાં તે નુપુર શર્માને ગોળી મારવાની અને મારી નાખવાની ધમકી આપતો જોવા મળે છે. આ સાથે વીડિયમાં તે એવું પણ કહેતો જોવા મળે છે કે જે પણ વ્યક્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખશે તેને ઈનામમાં પૈસા અને પોતાનું મકાન આપશે. તેણે વીડિયોમાં એમ પણ કહ્યું કે 'તમારે તમામ મુસ્લિમ દેશોને જવાબ આપવો  પડશે. હું આ અમજેર રાજસ્થાનથી કહું છું અને આ સંદેશ હુઝુર ખ્વાજા બાબાના દરબારથી છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news