મહારાષ્ટ્ર: અજિત પવારે વળી પાછો કર્યો 'ધડાકો', શિવસેના-NCP અને કોંગ્રેસના ચોક્કસ વધશે ધબકારા

અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે. 

મહારાષ્ટ્ર: અજિત પવારે વળી પાછો કર્યો 'ધડાકો', શિવસેના-NCP અને કોંગ્રેસના ચોક્કસ વધશે ધબકારા

મુંબઈ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ અને શિવસેના વચ્ચે વિભિન્ન મુદ્દાઓ પર સહમતી સાધવાનો દોર ચાલી રહ્યો હતો ત્યાં તો શરદ પવારના ભત્રીજા  અજિત પવારે ભાજપ સાથે મળીને અલગ અને મોટો દાવ ખેલી નાખ્યો. હવે અજિત પવાર પાસે મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની ખુરશી છે. જો કે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના સતત તેમને મનાવવાના પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ અજિત પવાર હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કોઈ સમાધાન કરવાના મૂડમાં નથી. એટલું જ નહીં તેમણે તો ડેપ્યુટી સીએમ બનવા બદલ ભાજપના નેતાઓને ટ્વીટ કરીને આભાર પણ વ્યક્ત કરવા માંડ્યો છે. આ ઉપરાંત તેમણે ટ્વીટર ઉપર પણ પોતાનું સ્ટેટસ બદલીને ઉપમુખ્યમંત્રી કરી નાખ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શુભેચ્છા સંદેશના જવામાં તેમણે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા રાજ્યમાં સ્થિર સરકાર આપવાની વાત કરી છે. 

Image may contain: 1 person, smiling, text

અજિત પવારે 22 નવેમ્બર બાદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક કલાક પહેલા જ અપડેટ કર્યું. તેમણે પોતાનું ટ્વીટર સ્ટેટસ પણ બદલી નાખ્યું છે. તેમણે પોતાને મળેલા શુભેચ્છા સંદેશાઓના પણ એક પછી એક જવાબ આપ્યાં. વડાપ્રધાન મોદીએ શનિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે લખ્યું હતું કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસજીને મુખ્યમંત્રી અને અજિત પવારજીને ડેપ્યુટી સીએમ બનવા બદલ અભિનંદન. મને વિશ્વાસ છે કે તેઓ મહારાષ્ટ્રના સારા ભવિષ્ય માટે પૂરી નિષ્ઠાથી કામ કરશે. ટ્વીટનો જવાબ આપતા અજિત પવારે લખ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમારો આભાર. અમે મહારાષ્ટ્રમાં સ્થાયી સરકાર આપવાનું સુનિશ્ચિત કરીશું. જે રાજ્યના લોકોના કલ્યાણ માટે  પૂરી લગનથી કામ કરશે. તેનો અર્થ એ કાઢવામાં આવી રહ્યો છે કે અજિત પવાર એનસીપી, શિવસેના અને કોંગ્રેસ સાથે 'બેઠક'વાળા દૌરમાં પાછા જવા માંગતા નથી. 

— Ajit Pawar (@AjitPawarSpeaks) November 24, 2019

ટ્વીટર ઉપર પણ ડેપ્યુટી સીએમનો કર્યો ઉલ્લેખ
એનસીપી નેતા અજિત પવારે પોતાની ટ્વીટર પ્રોફાઈલમાં પણ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી હોવાની વાતનો ઉલ્લેખ કરી નાખ્યો છે. તેની સાથે જ તેમને શુભેચ્છા આપનારાઓને તેમણે જવાબ પણ આપ્યાં છે જેમાં અમિત શાહ, અમૃતા ફડણવીસ, રવિ કિશન, બીએલ સંતોષ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર, રામદાસ આઠવલે, મનસુખ માંડવિયા, વિજય રૂપાણી, ગિરીશ બાપટ, સુરેશ પ્રભુ, ગજેન્દ્રસિંહ શેખાવત, મુખ્તાર અબ્બાસ નકવી, સદાનંદ ગૌડા, જગત પ્રકાશ નડ્ડા, પીયૂષ ગોયલ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારમણ અને નીતિન ગડકરી સામેલ છે જેમનો તેમણે શુભેચ્છા બદલ આભાર વ્યક્ત કર્યો છે. 

જુઓ LIVE TV

17 નવેમ્બરે જ અજિત પવારે આપી દીધા હતા સંકેત
અજિત પવારે પુણેમાં શરદ પવારના ઘરે 17 નવેમ્બરના રોજ થયેલી એનસીપીની બેઠકમાં પોતાના ભવિષ્ટના પગલાં અંગે ઘણુંખરું જણાવી દીધુ હતું. બેઠકમાં અજિતે એમ કહીને બધાને ચોંકાવી દીધા હતાં કે એનસીપીએ શિવસેના અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જગ્યાએ ભાજપને સરકાર બનાવવામાં મદદ કરવી જોઈએ. તેમના આ પ્રસ્તાવને ફગાવવામાં આવ્યો હતો. કારણ કે ત્યાં સુધીમાં એનસીપી, શિવસેના, કોંગ્રેસ વચ્ચે છેલ્લા તબક્કામાં વાતચીત પહોંચી ગઈ હતી. 

ભલે અજિતના સૂચનને શરદ પવારે તે વખતે ફગાવી દીધો પરંતુ તેઓ જોખમ ભાંપવામાં નિષ્ફળ ગયાં. એક અઠવાડિયાની અંદર જ અજિત પવારે બળવો કરીને શરદ પવાર અને એનસીપીને ચોંકાવી દીધા. આ બાજ મુંબઈમાં શરદ પવારના ઘર ઉપર પણ થયેલી નાની મોટી  બેઠકોમાં ધનંજય મુંડે અને સુનીલ તટકરેએ પણ આવા જ કઈંક અભિપ્રાય આપેલા હતાં જે અજિત પવારે પુણેમાં આપ્યાં હતાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news