પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીણોએ કર્યું ભવ્ય સ્વાગત

શનિવારે સવારે સાડા આઠ વાગ્યે પોતાનાં પૈતૃક ગામ ઘીડી ખાતેના બાલ કુંવારી મંદિર પહોંચ્યા હતા, જ્યાં તેમણે વાર્ષિક પુજનમાં ભાગ લીધો હતો

પરિવાર સાથે પૈતૃક ગામ પહોંચ્યા NSA અજીત ડોભાલ, ગ્રામીણોએ કર્યું ભવ્ય સ્વાગત

પૌડી : ભારતનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પોતાનાં પૈતૃક ગામ પહોંચ્યા. અજીત ડોભાલ પોતાનાં પરિવારની સાથે શનિવારે (22 જુન) ના રોજ પૌડી પહોંચ્યા. પૈતૃક ગામ ઘીડી પહોંચ્યા બાદ ત્યાંના ગ્રામીણોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. અજીત ડોભાલ અહીં પરંપરાગત પુજા અર્ચના કરવા માટે પહોંચ્યા છે. શનિવારે સવારે આશરે સાડા આઠ વાગ્યે પોતાનાં પૈતૃક ગામ ઘીડી ખાતે બાલુ કુંવારી મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન જ્યારે તેઓ રસ્તાથી આશરે 100 મીટર સુધી મંદિર તરફ ચાલ્યા તો ગ્રામીણોએ ઢોલ દમાઉથી તેમનું સ્વાગત પણ કર્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પોતાની પત્ની અને મોટા પુત્ર સાથે ગામની વાર્ષિક પુજામાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. 

ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
ડોભાલે આશરે એક કલાક સુધી પરિવારનાં સભ્યો સાથે કુળદેવી બાલ કુંવારીની પુજા અર્ચના કરી હતી. પુજા બાદ તેઓ ગ્રામીણોને પણ ળ્યા અને તેમના હાલચાલ પુછવ્યા હતા. ત્યાર બાદ તેઓ દિલ્હી માટે રવાના થઇ ગયા. એક ખાનગી કાર્યક્રમનાં કારણે તેમના પૌડી જિલ્લા મુખ્યમથક પહોચ્યાની માહિતીને ગુપ્ત રાખી હતી. શુક્રવારે સાંજે પૌડી પહોંચ્યા બાદ એનએસએનું સર્કિટ હાઉસમાં આયુક્ત ગઢવાલ ડૉ. બીવીઆરસી પુરૂષોત્તમ, જિલ્લાધિકારી ધીરજ સિંહ ગર્બયાલ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક દલીપ સિંહ કુંવરે તેમનું સ્વાગત કર્યું હતું. 

સ્નિફર ડોગ પર મજાક ભારે પડી! મહિલા IPSએ રાહુલ ગાંધીને આપ્યો સણસણતો જવાબ
આ અગાઉ અજીત ડોભાલ વર્ષ 2014માં પણ 22 જુને વાર્ષિક પુજામાં ભાગ લેવા માટે પોતાના ગામ ઘીડી પહોંચ્યા હતા. પહાડ અને ગામના પ્રત્યે લગાવ જ તેમને અહીં સુધી ખેંચી લાવ્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયાથી અંતર જાળવ્યું હતું. સ્થાનિક લોકોનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હોવા છતા પણ અજીત ઉચ્ચ પદાસીન થયા બાદ પણ પોતાના ગામ પ્રત્યે લગાવ છે, જે પ્રવાસીઓને અનોખો સંદેશ આપે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news