ED ના સવાલના જવાબ આપવા માટે ઐશ્વર્યા રાય દિલ્હી પહોંચી, આ કેસમાં ખુલ્યું હતું નામ

પનામા પેપર્સ (Panama Papers Leak Case) મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. પનામા પેપર લીક મામલે ED એ ઐશ્વર્યા રાયને સમન પાઠવ્યું છે. જે હેઠળ તેને દિલ્હી તલબ કરી.

ED ના સવાલના જવાબ આપવા માટે ઐશ્વર્યા રાય દિલ્હી પહોંચી, આ કેસમાં ખુલ્યું હતું નામ

નવી દિલ્હી: પનામા પેપર્સ (Panama Papers Leak Case) મામલે બચ્ચન પરિવારની મુશ્કેલી વધી ગઈ છે. પનામા પેપર લીક મામલે ED એ એશ્વર્યા રાયને સમન પાઠવ્યું છે. ED ના સવાલના જવાબ આપવા માટે બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય દિલ્હી સ્થિત જામનગર હાઉસ પહોંચી છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. અત્રે જણાવવાનું કે ED એ તેને સમન પાઠવીને પૂછપરછ માટે દિલ્હી તલબ કરી હતી. 

ઈમેઈલથી આપ્યો જવાબ
પનામા પેપર લીક મામલે ED એ આ અગાઉ ઐશ્વર્યા રાય બચ્ચનને 9 /11 2021 ના રોજ પણ કલમ 37 ફેમા હેઠળ સમન પાઠવ્યું હતું. આ સમન મુંબઈ સ્થિત પ્રતિક્ષા બચ્ચન પરિવારના નિવાસ સ્થાન પર મોકલવામાં આવ્યું હતું. જેમાં તેને 15 દિવસની અંદર જવાબ આપવાનું કહેવાયું હતું. સૂત્રોના જણાવ્યાં મુજબ તેનો જવાબ ઐશ્વર્યા રાય બચ્ચને ઈમેઈલ દ્વારા ઈડીને આપ્યો હતો. 

પનામા પેપર લીક મામલે બચ્ચન પરિવારનું પણ નામ સામે આવ્યું હતું. ED એ આ મામલે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો. ED ની HIU આ મામલે તપાસ કરી રહી છે. 

— Jitender Sharma (@capt_ivane) December 20, 2021

શું છે પનામા પેપર લીકનો મામલો?વાત જાણે એમ છે કે પનામા પેપર લીક મામલે એક કંપની (Mossack Fonseca)ના લીગલ દસ્તાવેજો લીક થયા હતા. જેનાથી માહિતી બહાર આવી હતી કે 424 ભારતીયોના વિદેશી બેંકોમાં ખાતા છે. જેમાં કેટલાક રાજનેતાઓની સાથે સાથે ફિલ્મ સિતારાઓના પણ નામ સામેલ હતા. આ નામમાં ઐશ્વર્યા રાય ઉપરાંત અમિતાભ બચ્ચન, અજય દેવગણના નામ પણ સામેલ હતા. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્ય હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે આ મામલે મલ્ટી એજન્સી ગ્રુપ (MAG)ની રચના કરી હતી. જેમાં CBDT, RBI, ED અને DIU ને સામેલ કરાયા હતા. MAG તમામ નામોની તપાસ કરીને રિપોર્ટ કાળા નાણાની તપાસ માટે  બનેલી SIT અને કેન્દ્ર સરકારને આપી રહી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news