VIDEO : ચૂંટણી પરિણામ પહેલા બાઈક ચલાવીને CM કેસીઆરને મળવા પહોંચ્યા અસુદ્દીન ઔવેસી

 તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018) ના પરિણામ પહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો એક અલગ અંદાજ જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિક રીતે લોકોને મળનારા ઔવેસી હૈદરાબાદના રસ્તા પર બાઈક દોડવતા નજરે આવ્યા હતા. સોમવારે તેઓ બાઈકથી નીકળ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બાઈક પર સવાર થઈને તેલંગણાના કેરટેકર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળવા પહોંચ્યા હતા. તેલંગણા વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે ઔવેસીની પાર્ટી કેસીઆરની પાર્ટી ટીઆરએસની સાથે ગંઠબંધન છે. 

VIDEO : ચૂંટણી પરિણામ પહેલા બાઈક ચલાવીને CM કેસીઆરને મળવા પહોંચ્યા અસુદ્દીન ઔવેસી

હૈદરાબાદ : તેલંગણા વિધાનસભા ઈલેક્શન (Telangana elections 2018) ના પરિણામ પહેલા એઆઈએમઆઈએમના પ્રમુખ અસુદ્દીન ઔવેસીનો એક અલગ અંદાજ જ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઔપચારિક રીતે લોકોને મળનારા ઔવેસી હૈદરાબાદના રસ્તા પર બાઈક દોડવતા નજરે આવ્યા હતા. સોમવારે તેઓ બાઈકથી નીકળ્યા હતા. તેમના સમર્થકોએ તેમને ઘેરી લીધા હતા. તેઓ બાઈક પર સવાર થઈને તેલંગણાના કેરટેકર મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવને મળવા પહોંચ્યા હતા. તેલંગણા વિધાનસભા ઈલેક્શનમાં આ વખતે ઔવેસીની પાર્ટી કેસીઆરની પાર્ટી ટીઆરએસની સાથે ગંઠબંધન છે. 

— ANI (@ANI) December 10, 2018

તેલંગણામાં સરકારની સંભાવનાઓ પર કહેવામાં આવી રહ્યું છે કે, ત્યાં કેસીઆર જ સરકાર બનાવશે. પરંતુ તેના પહેલા બીજેપીએ કહ્યું હતું કે, કોઈ પણ સરકાર તેમના સમર્થન વગર નહિ બને. તેલંગણા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણે કહ્યું હતું કે, અમારા સમર્થન વગર અહીં સરકાર બની શક્તી નથી. 

આ વચ્ચે AIMIM પ્રમુખ અસુદ્દીન ઔવેસીએ કહ્યું કે, હું ઈચ્છું છું કે મારા તમામ 8 ઉમેદવાર ઈલેક્શન જીતે અને આર.કે ચંદ્રશેખર રાવ ફરીથી તેલંગણાના મુખ્યમંત્રી બને. તેમણે એમ પણ કહ્યું કે, હું જલ્દી જ તેમને મળવાનો છું. તેલંગણામાં ત્રિશંકુ વિધાનસભાની કોઈ શક્યતા નથી. પંરતુ મારી પાર્ટી તેમની સાથે ઉભી છે. મારું સમર્થન તેમની સાથે છે. તેના બદલામાં મને કંઈ જ જોઈતું નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news