ઉર્જિત પટેલની વિદાય અને આજની ચૂંટણીના પરિણામોની શેર બજાર પર પડશે શું અસર?

ઉર્જિત પટેલની વિદાય અને આજની ચૂંટણીના પરિણામોની શેર બજાર પર પડશે શું અસર?

ભારતીય શેર બજાર પર પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કેંદ્રમાં સત્તારૂઢ ભાજપની હારની સંભાવનાઓ વચ્ચે કેન્દ્રીય રિઝર્વ બેંકના ગર્વનર ઉર્જિત પટેલે તાત્કાલિક અસરથી આપેલા રાજીનામાથી શેરબજારમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શેરબજારમાં બે મુખ્ય બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેંજ (એનએસઇ)ના ઇંડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પર આ ઉપરાંત વૈશ્વિક સંકટ પર અસર પડી રહી છે. આ વિદેશી કારણોથી સેન્સેક્સ અને નિફ્ટીમાં સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. દિવસભરના કારોબાર દરમિયાન સેન્સેક્સે 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેંડ કરતો જોવા મળ્યો હતો. 

અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં લોકસભાની ચૂંટણીને 6 મહિનાથી ઓછો સમય બાકી રહ્યો છે. એવામાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપની હારની સંભાવના બધા જ એક્ઝિટે વ્યક્ત કરી છે. ચૂંટણી પરિણામોના શરૂઆતના આંકડા કઇ તરફ રહેશે તે બજારને જોવાનું રહેશે. 

વૈશ્વિક કારણોમાં ગત અઠવાડિયે વિએનામાં ઓપેક દેશ અને રૂસ સહિત બધા સમર્થક દેશોએ ક્રૂડ ઓઇલના ભાવને કાબૂ કરવા માટે મોટા ઘટાડાની જાહેરાત કરી છે. આ કરાર હેઠળ ક્રૂડ ઓઇલ ઉત્પાદક બધા દેશ દરરોજ ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં 12 લાખ બેરલનો ઘટાડો કરશે. તેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર વધશે અને આ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે તેનાથી ભારત, ચીન અને જાપાન જેવા દેશો માટે મોટી આર્થિક પડકાર ઉભા રહેશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ભારત, ચીન અને જાપાન ક્રૂડ ઓઇલના મોટા ખરીદનાર દેશ છે. તો બીજી તરફ અમેરિકામાં શેલ ક્રાંતિના લીધી હાલ અમેરિકન ઓઇલ કંપનીઓ પોતાની પૂર્ણ છ્મતાની સાથે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરી રહ્યા છે. તો બીજી તરફ 2014 બાદ વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતોમાં 30 ડોલર પ્રતિ બેરલ સુધી ઘટવાના કારણે ક્રૂડ ઉત્પાદક ખાડી દેશોની અર્થવ્યવસ્થા નબળી પડવા લાગી છે. જોકે હાલના સમયમાં ખાડી દેશોમાં ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલનું વધુ ઉત્પાદન કરી રહી હતી જેથી ગત ચાર વર્ષે સરકારી ખજાનાને થયેલા નુકસાનની ભરપાઇ કરી શકાશે. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયના ગર્વનર ઉર્જિત પટેલે સોમવારે તાત્કાલિક અસરથી પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામું આપવા પાછળ અંગત કારણ હોવાનું કહ્યું છે. તાત્કાલિક અસરથી આપેલા રાજીનામાનો અર્થ છે કે હવે આરબીઆઇ અને કેંદ્વ સરકાર વચ્ચે તાલમેળ વિખરાઇ ગયો છે અને ઉર્જિત પટેલ માટે આ પદ પર રહેવું શક્ય ન હતું. તો બીજી તરફ કેંદ્રીય બેંક ગર્વનર રઘુરામ રાજને રાજીનામા પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રિઝર્વ બેંકની સ્વાયત્તતાને સુરક્ષિત રખવાની જરૂર છે. 

સોમવારે શેર બજારમાં ઘટાડો ચાલુ રહ્યો હતો. સેન્સેક્સ 713.53 પોઈન્ટ એટલે કે 2 ટકા તૂટીને 34,959.72 પર બંધ થયો. તો બીજી તરફ નિફ્ટી 205.25 પોઈન્ટ એટલે કે 1.92 ટકા તૂટીને ક્રમશ: 10,488.45 સ્તર પર બંધ થયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news