Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! ડો. ગુલેરિયાએ કહ્યુ- થઈ શકે છે કેન્સર
હાલમાં કોરોના કાળમાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યાં છે. ઘણા દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તેનાથી નુકસાન થવાનો પણ ખતરો રહેલો છે. આજે એમ્સના ડાયરેક્ટરે લોકોને ચેતવ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસ (Corona Crisis) ના વધી રહેલા કેસો વચ્ચે લોકોમાં ભારે ચિંતા છે. તેનાથી ડરીને લોકો અલગ-અલગ પ્રકારના ઉપાયોગ કરલા લાગે છે અને તે વધુ ઘાતક સાબિત થઈ રહ્યાં છે. એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યુ કે, જે દર્દી વારંવાર સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તે જીવ સાથે એક મોટો ખતરો લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે, સીટી સ્કેનથી કેન્સર થવાનો ખતરો થઈ રહ્યો છે.
CT-SCan and biomarkers are being misused. There is no advantage in doing CT-Scan if you have mild symptoms. One CT-Scan is equivalent to 300 chest x-rays, it's very harmful: AIIMS Director Dr. Randeep Guleria pic.twitter.com/fBX19cwRcD
— ANI (@ANI) May 3, 2021
ડો. ગુલેરિયાએ કહ્યુ કે રેડિએશનના એક ડેટાનું વિશ્લેષણ કરવા પર જાણવા મળે છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સિવાય ગુલેરિયાએ એક અન્ય ખાસ વાત જણાવી. તેમણે કહ્યું કે, જો તમે પોઝિટિવ છો અને તમારામાં હળવા લક્ષણ છે તો તમારે સીટી સ્કેન કરાવવાની જરૂર નથી. કારણ કે સીટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તેમાં થોડી ફોલ્લીઓ આવી જાય છે, જેને જોઈને દર્દી પરેશાન થઈ જાય છે.
હળવા લક્ષણમાં કોઈ દવાની જરૂર નથીઃ ડો ગુલેરિયા
ડો. ગુલેરિયા પ્રમાણે જો તમે કોરોના પોઝિટિવ છે પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી થઈ રહી નથી, તમારું ઓક્સિજન લેવલ બરાબર છે અને વધુ તાવ નથી તો ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, ન પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવી જોઈએ. આ દવાઓ ઉંધી અસર કરે છે અને દર્દીનું સ્વાસ્થ્ય ખરાબ થવા લાગે છે. એમ્સ ડાયરેક્ટરે કહ્યું કે, લોકો વારંવાર લોહીની તપાસ કરે છે જ્યાં સુધી ડોક્ટર ન કહે તો તમે બધુ ન કરો. તેનાથી તમારી ચિંતા વધે છે.
કેન્સરનો ખતરો!
એમ્સના ડાયરેક્ટરે કહ્યું કે, હોમ આઇસોલેશનમાં રહેતા લોકો પોતાના ડોક્ટરના સંપર્કમાં રહે. સેચુરેશન 93 કે તેનાથી ઓછી થઈ રહી છે, બેભાન જેવી સ્થિતિ, છાતીમાં દુખાવો તો ડોક્ટરનો સંપર્ક કરો. તેમણે કહ્યું કે, આજકાલ લોકો વધુ સીટી સ્કેન કરાવી રહ્યાં છે. જ્યારે સીટી સ્કેનની જરૂર નથી, તેને કરાવી તમે વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો કારણ કે તમે ખુદ રેડિએશનને સંપર્કમાં લાવી રહ્યાં છે. ત્યારબાદ કેન્સર થવાની સંભાવના વધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે