ભરતીના નવા નિયમો સાથે યોજાઈ રહી છે પરીક્ષા, જાણો કેવી રીતે થશે અગ્નિવીરની પસંદગી
અગ્નિવીર, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય માટેની ભરતી પ્રક્રિયામાં પ્રથમ સ્તરની સ્ક્રીનીંગના ભાગ રૂપે, ઓનલાઈન કોમન એન્ટ્રન્સ એક્ઝામિનેશન (CEE) સોમવારે દેશભરમાં શરૂ થઈ છે.
Trending Photos
નવી દિલ્લીઃ CEEની પરીક્ષા દેશના 176 સ્થળોએ 375 પરીક્ષા કેન્દ્રો પર શરૂ થઈ છે. આ પરીક્ષા 26 એપ્રિલ સુધી ચાલશે. આ પ્રથમ વખત છે જ્યારે શારીરિક કસોટી પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવી રહી છે. ભરતી પરીક્ષા માટે અરજી કરેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટથી વધુ વિગતો મેળવી શકે છે.
તમને જણાવી દઈએ કે સેનાએ હાલમાં જ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં ફેરફારની જાહેરાત કરી હતી. જે પછી હવે ફોર્સમાં જોડાવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ પહેલા ઓનલાઈન CEE માટે હાજર રહેવું પડશે, ત્યારબાદ શારીરિક અને પછી મેડિકલ ટેસ્ટમાંથી પસાર થવું પડશે. જ્યારે અગાઉ અગ્નિવીર અને અન્ય ભરતી માટે ઉમેદવારોએ પ્રથમ શારીરિક કસોટીમાંથી પસાર થવું પડતું હતું, ત્યારબાદ તબીબી પરીક્ષણ અને પછી CEE માટે હાજર રહેવું તે અંતિમ તબક્કો હતો.
સંરક્ષણ મંત્રાલય-
સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારતીય સેનાએ પ્રથમ પગલા તરીકે કોમ્પ્યુટર આધારિત ઓનલાઈન કોમન એન્ટ્રન્સ ટેસ્ટની રજૂઆત સાથે અગ્નિવીર, જુનિયર કમિશન્ડ ઓફિસર્સ અને અન્ય શ્રેણીઓની ભરતી માટેની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે."
પસંદગી પ્રક્રિયા-
લેખિત કસોટીના મેરિટના આધારે ઉમેદવારને ભરતી રેલી માટે બોલાવવામાં આવશે. આ માટે અલગ એડમિટ કાર્ડ આપવામાં આવશે. ઓનલાઈન ટેસ્ટ, ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ અને મેડિકલના આધારે અંતિમ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે