J&K: જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ, રામબન-કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત

રાજૌરી અને પૂંછ બાદ રામબન, કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત કરી દેવાઈ છે. જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે. કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરના 22માંથી 12 જિલ્લાઓમાં હાલાત સંપૂર્ણ સામાન્ય થઈ ગયા છે.

J&K: જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ, રામબન-કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત

નવી દિલ્હી: રાજૌરી અને પૂંછ બાદ રામબન, કિશ્તવાડ અને ડોડામાં ટેલિફોન સેવા પૂર્વવત કરી દેવાઈ છે. જમ્મુમાં ઈન્ટરનેટ સેવા શરૂ થઈ ગઈ છે. કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરના 22માંથી 12 જિલ્લાઓમાં હાલાત સંપૂર્ણ સામાન્ય થઈ ગયા છે. પૂંછ અને રાજૌરી જિલ્લામાં હવે લેન્ડ લાઈન ફોને કામ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ જિલ્લાઓમાં લેન્ડલાઈન બ્રોડબેન્ડ પર લાગેલો પ્રતિબંધ પણ હટાવી દેવાયો છે. લોકો પોતાના ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે. 

રાજ્યના પ્રશાસને આજે જાહેરાત કરી કે બાકીના 10 જિલ્લાઓમાં પણ હાલાત ધીરે ધીરે સામાન્ય થઈ રહ્યાં છે અને જલદી અહીંથી બધા પ્રતિબંધ હટાવી લેવાશે. પાકિસ્તાન હવે અફવાઓ ફેલાવવા અને આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યું છે. આથી મોબાઈલ ઈનટ્રનેટ પર લાગેલા પ્રતિબંધ ચાલુ છે. 

રાજ્યની સરકારી ઓફિસોમાં પણ કામકાજ શરૂ થઈ ગયું છે. જમ્મુના 5 જિલ્લાઓમાં 5 દિવસ પહેલા જ શાળાઓ ખુલી ગઈ. કાશ્મીર  ખીણના અલગ અલગ વિસ્તારોમાં આગામી અઠવાડિયાથી શાળાઓ શરૂ થઈ જશે. 

જુઓ LIVE TV

માર્ચ 2019 સુધી જમ્મુ અને કાશ્મીરમાં લેન્ડલાઈન કનેક્શનની સંખ્યા 1 લાખ 20 હજાર હતી. આ ઉપરાંત અહીં એક કરોડ 37 લાખ મોબાઈલ કનેક્શન પણ છે. જમ્મુ અને કાશ્મીરમાં 58 લાખ ઈન્ટરનેટ કનેક્શન છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થવાના અહેવાલોથી પાકિસ્તાન ખુબ પરેશાન છે. ભારતના લોકોને તે શાંતિ આપે છે પરંતુ પાકિસ્તાનને ખુબ ખૂંચે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news