ચીન બાદ હવે નેપાલની હલકી હરકત, ભારતના આટલા ભાગ પર કર્યો કબજો

ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. સશસ્ત્ર સીમા બળના એક અધિકારીએ આ જાણાકારી આપતાં કહ્યું કે બળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ સંબંધમાં રિપોર્ટ મોકલ્યો છે. 

ચીન બાદ હવે નેપાલની હલકી હરકત, ભારતના આટલા ભાગ પર કર્યો કબજો

Nepal encroached on India's land: ઉત્તરાખંડના ચંપાવતમાં ભારત-નેપાળ બોર્ડર પર નેપાળે ભારતની પાંચ હેક્ટર જમીન પર અતિક્રમણ કર્યું છે. સશસ્ત્ર સીમા બળના એક અધિકારીએ આ જાણાકારી આપતાં કહ્યું કે બળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને આ સંબંધમાં રિપોર્ટ મોકલ્યો છે. 

શાસનને મોકલવામાં આવ્યો રિપોર્ટ
તો બીજી તરફ વન વિભાગે પણ નેપાળના અતિક્રમણને લઇને રિપોર્ટ મોકલ્યો છે. વન વિભાગના અનુસાર ગત ત્રણ દાયકાથી આ જમીન પર કરવામા6 આવેલા અતિક્રમણ હેઠળ પાક્કા નિર્માણ સાથે સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો પણ બનાવી લેવામાં આવી છે. 

એક ઝાટકે થયું નથી આ અતિક્રમણ
સીમા સશસ્ત્ર બળના આસિસ્ટન્ટ કમાંડેંટ અભિનવ તોમરે ભારતની ભૂમિ પર નેપાળને લઇને કહ્યું કે આ તાજેતરમાં જ કરવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે નેપાળના અતિક્રમણનો રિપોર્ટ ઉચ્ચ સ્તર પર મોકલવામાં આવ્યો છે. હવે સર્વે ઓફ ઇન્ડીયા અને સર્વે ઓફ નેપાળની ટીમોમાં જ સર્વે કરી વસ્તુસ્થિતિ નષ્ટ કરશે. 

આ સીમામાં થયું અતિક્રમણ
બીજી તરફ વન વિભાગના અનુસાર જિલ્લાની ટનકપુર શારદા રેંજને અડીને આવેલી ભારત-નેપાળના શારદા ટાપૂ સહિત બ્રહ્મદેવમાં  ઘણી જગ્યાઓ પર નેપાળ તરફથી 30 વર્ષોથી અતિક્રમણ કરવામાં આવી રહ્યું છે. ટનકપુરના રેંજર મહેશ બિષ્ટે જણાવ્યું કે સીમાને અડીને આવેલ વન ક્ષેત્રમાં લગભગ 5 હેક્ટર જમીન પર નેપાળનું અતિક્રમણ છે. બિષ્ટે જણાવ્યું કે અતિક્રમણવાળી જગ્યા પર નેપાળના પાકા મકાનોની સાથે અસ્થાયી ઝૂંપડીઓ અને દુકાનો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે વન વિભાગે પણ પોતાના સ્તરથી દબાણનો રિપોર્ટ ઉત્તરાખંડ શાસન અને ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news