બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ

ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના 262 દર્દીઓની સારવાર ચાલી રહી છે. હવે તેમની સાથે-સાથે શહેરમાં વધુ એક ફંગલ ઇંફેક્શનનો ખતરો વધી રહ્યો છે. જેનું નામ છે એસ્પરગિલોસિસ (Nasal Aspergillosis). તેનું સંક્રમણ સાઇનસમાં હોય છે.

બ્લેક ફંગસ બાદ હવે Aspergillosis Infection નો ખતરો, ગુજરાતમાં મળ્યા 8 દર્દીઓ

નવી દિલ્હી: દેશભરમાં બ્લેક ફંગસ, વ્હાઇટ ફંગસ અને યલો ફંગસના વધતા જતા કેસ વચ્ચે એક નવા પ્રકારની ફંગસે લોકોને ડરાવી દીધા છે. ગુજરાતના વડોદરામાં બ્લેક ફંગસના 262 દર્દીઓની સારવાર ચાલી રહી છે. હવે તેમની સાથે-સાથે શહેરમાં વધુ એક ફંગલ ઇંફેક્શનનો ખતરો વધી રહ્યો છે. જેનું નામ છે એસ્પરગિલોસિસ (Nasal Aspergillosis). તેનું સંક્રમણ સાઇનસમાં હોય છે. આ નવી બિમારીથી ડોક્ટર પણ હેરાન છે. જાણકારી અનુસાર આ ઇંફેક્શન કોરોના દર્દીઓ અથવા કોરોનાથી સાજા થઇ ચૂકેલા લોકોને થઇ રહ્યું છે. 

સાઇનસ એસ્પર્ઝલોસિસનો રેર કેસ
વડોદરાના SSG હોપ્સિટલમાં આ નવા ફંગલ ઇંફેક્શનના 8 દર્દીઓ મળ્યા છે જે ગત અઠવાડિયે ભરતી થયા હતા. શહેર અને જિલ્લા વહિવટીતંત્ર માટે કોવિડ 19 ના સલાહકાર ડો શીતલ મિસ્ત્રીએ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું કે 'પલમોનરી એસ્પરગિલોસિસ સામાન્ય રીતે ઇમ્યૂનો-કોમ્પ્રોમાઇઝ્ડ રોગીઓમાં જોવા મળે છે, પરંતુ સાઇનસનું એસ્પરગિલોસિસ રેયર છે. આ બિમારી હવે તે દર્દીઓમાં જોવા મળી રહી છે કે કોવિડથી સાજા થઇ ગયા છે અથવા તેમની સારવાર ચાલી રહી છે. જોકે એસ્પરગિલોસિસ બ્લેક ફંગસ (મ્યૂકોરમાઇકોસિસ) જેટલી ખતરનાક નથી. 

એટલા માટે વધ્યા ફંગલ ઇંફેક્શનના કેસ
ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફંગલ ઇંફેક્શનના આટલા કેસ એટલા માટે સામે આવી રહ્યા છે કારણ કે દર્દીઓની સારવાર માટે સ્ટેરોયડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ ઓક્સિજન સપ્લાઇને હાઇડ્રેટ કરવા માટે નોન સ્ટરાઇલ વોટરનો યૂઝ પણ તેનું એક કારણ હોઇ શકે છે. 

બ્લેક ફંગસના 262 દર્દી
SGS હોસ્પિટલમાં મલ્ટી ડ્રગ્સ રેજિસ્ટેંસ યીસ્ટ ઇંફેક્શન કૈંડિડા ઓરિસના પણ 13 કેસ સામે આવ્યા છે. તમને જણાવી દઇએ કે વડોદરાના બે સરકારી હોસ્પિટલોમાં (SGS અને ગોત્રી મેડિકલ કોલેજ)માં બ્લેક ફંગસ (મ્યૂકોરમાઇકોસિસ)ના 262 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news