CM યોગીના એક ફોને કરી કમાલ, યુપીથી ક્યાંય બહાર નહીં જાય પતંજલિ ફૂડ પાર્ક

કે મંગળવારે આ અગાઉ આચાર્ય બાલકૃષ્ણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગ્રેટર નોઈડામાં કેન્દ્રીય સરકાર દ્વારા સ્વીકૃત મેગા ફૂડપાર્કને રદ કરવાની સૂચના મળી. જેના કારણે  હવે આ પ્રોજેક્ટને અન્ય જગ્યા પર શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

CM યોગીના એક ફોને કરી કમાલ, યુપીથી ક્યાંય બહાર નહીં જાય પતંજલિ ફૂડ પાર્ક

નવી દિલ્હી/લખનઉ: ફૂડ પાર્ક પર આચાર્ય બાલકૃષ્ણે કરેલી ટ્વિટ બાદ સીએમ યોગીએ યોગગુરુ રામદેવ સાથે વાત કરી. બંને વચ્ચે ફૂડપાર્કને લઈને ફોન પર વાતચીત થઈ. સીએમ યોગીએ  કહ્યું કે પતંજલિનો ફૂડ પાર્ક યુપીથી બહાર જવાનો નથી. આ મામલે યમુના પ્રાધિકરણે કહ્યું કે ઓથોરિટીએ ફાળવણી રદ કરી નથી કે બાબા રામદેવે આ પ્રોજેક્ટથી હાથ પાછા ખેંચ્યા નથી. બાબા રામદેવની કંપનીએ રાજ્ય સરકાર પાસે છૂટની માગણી સાથે અરજી કરી હતી. અત્રે જણાવવાનું કે મંગળવારે આ અગાઉ આચાર્ય બાલકૃષ્ણે ટ્વિટ કરીને લખ્યું હતું કે ગ્રેટર નોઈડામાં કેન્દ્રીય સરકાર દ્વારા સ્વીકૃત મેગા ફૂડપાર્કને રદ કરવાની સૂચના મળી. જેના કારણે  હવે આ પ્રોજેક્ટને અન્ય જગ્યા પર શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગેરસમજ દૂર થઈ
મળતી માહિતી મુજબ સીએમ યોગીએ બાલકૃષ્ણ સાથે પણ ફોન પર વાત કરી. વાતચીતમાં સહયોગની વાત કરી. આ દરમિયાન ફૂડપાર્કને લઈને જે ગેરસમજો થઈ હતી તે દૂર કરવામાં આવી.

ઓથોરિટીએ ફાળવણી રદ કરી નથી
આચાર્ય બાલકૃષ્ણની ટ્વિટ બાદ આ મામલે યમુના ઓથોરિટીએ કહ્યું કે ઓથોરિટીએ ફાળવણી રદ કરી નથી કે બાબા રામદેવે પ્રોજેક્ટમાંથી હાથ પાછા ખેંચ્યા નથી. એવી અટકળો કરવામાં આવી રહી છે કે બંને વચ્ચે થયેલી ફોન પરની વાત બાદ આ સમસ્યાનો ઉકેલ આવી ગયો છે.

ક્યાંય બહાર જશે નહીં ફૂડપાર્ક
ફૂડપાર્ક પર આચાર્ય બાળકૃષ્ણની ટ્વિટ બાદ સીએમ યોગીએ રામદેવ સાથે વાત કરી. બંને વચ્ચે ફૂડ પાર્કને લઈને ફોન પર વાતચીત થઈ. ફોન પર વાતચીત બાદ સીએમ યોગીએ કહ્યું કે ફૂડપાર્ક ઉત્તર પ્રદેશમાં જ બનશે.

50,000 પરિવારોને મળશે ફાયદો
પૂર્ણ ક્ષમતા થવા પર આ ફૂડપાર્કથી વર્ષે 25000 કરોડ રૂપિયાના ઉત્પાદનોનું ઉત્પાદન થશે. જેનાથી લગભગ 10,000 પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન થવાની સંભાવના છે. જેનાથી 50,000 પરિવારોને લાભ થશે. આ ઉપરાંત પતંજલિ આયુર્વેદ મધ્ય પ્રદેશ, અસમ, મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં પણ તેની શાખાઓ ખોલવાની પ્રક્રિયામાં છે.

દેશ વિદેશની જરૂરિયાતોને પૂરી કરશે ફૂડપાર્ક
ગ્રેટર નોઈડા સંયત્ર આંતરરાષ્ટ્રીય ફૂડ પાર્કને વિદેશી અને સ્થાનિક બજારની જરૂરિયાતનો પૂરી કરવાના હેતુથી સ્થાપવામાં આવી રહ્યો છે. પતંજલિના મુખ્ય કાર્યકારી અધિકારી આચાર્ય બાલકૃષ્ણે આ અંગે યમુના એક્સપ્રેસ વે ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણના સીઈઓ સાથે અનેક બેઠકો કરી હતી. એવું અનુમાન હતું કે જમીનની ફાળવણી બાદ આ પાર્ક 12થી 18 મહીનામાં ચાલુ થઈ જશે. ગ્રેટર નોઈડા ફૂડ પાર્કમાં લગભગ તમામ પ્રમુખ ઉત્પાદનોનું વિનિર્માણ થવાનું છે. એનસીઆર ક્ષેત્રમાં હોવાના કારણે તે એક હબ તરીકે પણ કાર્યરત થશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news