જજ સામે જ મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા વકીલ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. વીડિયોમાં કથિત રીતે જોઈ શકાય છે કે સોમવારે જ્યારે જજ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વકીલ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં હતા. આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે. વીડિયોમાં કથિત રીતે જોઈ શકાય છે કે સોમવારે જ્યારે જજ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા ત્યારે એક વકીલ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં હતા. આ વીડિયો મંગળવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન સામે આવ્યો મામલો
જોકે, મદ્રાસ હાઈકોર્ટના એક એડવોકેટને વીડિયો કોન્ફરન્સ દ્વારા એક કેસની સુનાવણી દરમિયાન એક મહિલા સાથે કથિત રીતે અયોગ્ય વ્યવહાર કરવા બદલ વકાલત કરતાં રોકવામાં આવ્યા છે.
વકીલાત પર લગાવ્યો પ્રતિબંધ
ભાષાના સમાચાર મુજબ બાર કાઉન્સિલ ઓફ તમિલનાડુ અને પુડુચેરીના જણાવ્યા અનુસાર, એડવોકેટ આર.ડી. સંતન કૃષ્નનને ભારતની તમામ અદાલતો, ટ્રિબ્યુનલ અને અન્ય સત્તાધિશોમાં પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યાં સુધી તેની સામે કથિત અશ્લીલ વર્તણૂક માટે પેન્ડિંગ શિસ્તની કાર્યવાહીનો નિર્ણય લેવામાં ન આવે.
23મી ડિસેમ્બરે રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ
જસ્ટિસ પી.એન. પ્રકાશ અને જસ્ટિસ આર. હેમલતાએ પોતે જ સંથાન કૃષ્ણન સામે અવમાનનાની કાર્યવાહી શરૂ કરી હતી. તેમણે પોલીસની સીબી-સીઆઈડી શાખાને આ સંદર્ભે કેસ નોંધવા અને મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને 23 ડિસેમ્બરે રિપોર્ટ દાખલ કરવા નિર્દેશ આપ્યો.
ન્યાયાધીશોએ તમિલનાડુ બાર કાઉન્સિલને એડવોકેટ સામે શિસ્તભંગના પગલાં લેવાનો પણ નિર્દેશ આપ્યો હતો અને ત્યારબાદ કાઉન્સિલે મંગળવારે એક ઠરાવ કરી કૃષ્ણનને વકાલત કરતાં અટકાવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે