Gyanvapi mosque survey: કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવામાં આવ્યા, રિપોર્ટ જમા કરવા બે દિવસનો સમય મળ્યો

જ્ઞાનવાપી મસ્જિદનો સર્વો પૂરો થયા બાદ આજે વારાણસી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ કમિશનરે રિપોર્ટ જમા કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપી દીધો છે. 

Gyanvapi mosque survey: કોર્ટ કમિશનર અજય મિશ્રાને હટાવવામાં આવ્યા, રિપોર્ટ જમા કરવા બે દિવસનો સમય મળ્યો

વારાણસીઃ જ્ઞાનવાપી કોર્ટ મામલામાં કોર્ટે મહત્વનો આદેશ આપતા અજય કુમાર મિશ્રાને કમિશનર પદેથી હટાવી દીધા છે. કમિશનના કામમાં રસ ન લેવા અને મીડિયામાં માહિતી લીક કરવાના આરોપો બાદ કોર્ટે તેમના પર કાર્યવાહી કરી છે. હવે વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહ સર્વે રિપોર્ટ દાખલ કરશે. તે માટે બે દિવસનો સમય આપવામાં આવ્યો છે. તળાવમાંથી માછલી હટાવવા અને દીવાલ પાડવાની અરજી પર હવે બુધવારે નિર્ણય થશે. 

રિપોર્ટ જમા કરાવવામાં સમય મળ્યો
જ્ઞાનવાપી મસ્જિદ મામલે આજે વારાણસી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે કમિશનરે સર્વે રિપોર્ટ જમા કરવવા માટે બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપી દીધો છે. તો કોર્ટે મોટો નિર્ણય કરતા કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. તેમના પર મીડિયામાં જાણકારી લીક કરવાનો આરોપ હતો. તો મુસ્લિમ પક્ષે પણ અજય મિશ્રાને હટાવવાની માંગ કરી હતી. 

આજે સાંજે મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બેઠક
જ્ઞાનવાપી મસ્જિદમાં થયેલા સર્વે બાદ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આજે સાંજે 7 કલાકે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક બોલાવી છે. તમામ સભ્યોને ઝૂમ એપ દ્વારા બેઠકમાં સામેલ થવાની અપીલ કરવાની છે. આ બેઠકમાં જ્ઞાનવાપી મસ્જિદની સાથે ટીપૂ સુલ્તાન મસ્જિદ અને બીજા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. કમિટી આ મુદ્દા પર આગળના પગલા માટે ચર્ચા કરશે. 

સુપ્રીમ કોર્ટે કહ્યુ- નિચલી કોર્ટમાં ચાલી રહી છે સુનાવણી
આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષનું કહેવુ છે કે વારાણસીની કોર્ટે આ મામલામાં કોઈ આદેશ ન આપવો જોઈતો હતો. સિવિલ પ્રક્રિયામાં કહેવામાં આવ્યું છે કે જો અપીલ દાખલ છે તો વાદ પર વિચાર ન કરી શકાય. તો સુપ્રીમ કોર્ટને સૂચન આપવામાં આવ્યું કે દીવાની કોર્ટને કોઈ આગળની કાર્યવાહી પહેલા મામલાની સ્થિરતા પર મુસ્લિમ પક્ષની દાખલ અરજી પર સુનાવણી કરવાનો નિર્દેશ આપી શકાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મામલાની સુનાવણી નિચલી કોર્ટમાં ચાલી રહી છે. 

શિવલિંગની સુરક્ષા કરો, નમાઝ અદા કરવામાં કોઈ વિક્ષેપ ન થાયઃ સુપ્રીમ
સર્વોચ્ચ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યુ કે અમે આદેશ જાહેર કરીશું કે જિલ્લા મેજિસ્ટ્રેટ તે જગ્યાની સુરક્ષા કરે જ્યાં શિવલિંગ મળ્યું છે. પરંતુ તે લોકોના નમાઝ અદા કરવાના માર્ગમાં ન આવવુ જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news