BJP માલામાલ, વર્ષ 2021-222માં કરી હજારો કરોડની કમાણી, જાણો અન્ય પક્ષોના આંકડા

ભાજપે 2021-2022 દરમિયાન 1917.12 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જેમાંથી 854.467 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોંગ્રેસની આવક 541.275 કરોડ રૂપિયા રહી, જ્યારે 400.414 કરોડ રૂપિયા ખર્ચ થયો. 
 

BJP માલામાલ, વર્ષ 2021-222માં કરી હજારો કરોડની કમાણી, જાણો અન્ય પક્ષોના આંકડા

નવી દિલ્હીઃ દેશમાં માન્યતા પ્રાપ્ત 8 રાષ્ટ્રીય રાજકીય પાર્ટીઓએ વર્ષ 2021-2022માં કુલ 3289.34 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જેમાં અડધાથી વધુ ભાગ ભાજપનો છે. ચૂંટણી સુધાર માટે કામ કરનાર મુખ્ય બિન સરકારી સંગઠન (NGO) એ આ જાણકારી આપી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે ચૂંટણી પંચની સાથે પાર્ટીઓ તરફથી આપવામાં આવેલા દસ્તાવેજોનો હવાલો આપતા આંકડા રજૂ કર્યાં. તે પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસે 545.745 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જે રાષ્ટ્રીય પાર્ટીઓની કુલ આવકના 16.59 ટકા છે. આ રીતે ટીએમસી આ મામલે બીજા સ્થાને છે. 

ભાજપે 2021-2022 દરમિયાન 1917.12 કરોડ રૂપિયાની આવક જાહેર કરી છે, જેમાંથી 854.467 કરોડ રૂપિયા કે 44.57 ટકાનો ખર્ચ થયો. કોંગ્રેસની કુલ આવક 541.275 કરોડ રૂપિયા રહી, જ્યારે 400.414 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. ચૂંટણી પંચ તરફથી જે 8 પાર્ટીઓને રાષ્ટ્રીય પક્ષોનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), બહુજન સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી, ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી), અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ અને નેશનલ પીપુલ્સ પાર્ટી સામેલ છે. 

ઇલેક્ટોરલ બોન્ડ દ્વારા કેટલું ફંડ મળ્યું
એડીએર રિપોર્ટ પ્રમાણે ટીએમસીએ 268.337 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, જે તેની કુલ આવકના 49.17 ટકા હતા. નાણાકીય વર્ષ 2021-2022 માટે 8 રાષ્ટ્રીય પાર્ટીઓમાંથી 4 (ભાજપ, ટીએમસી, કોંગ્રેસ અને એનસીપી) એ પોતાની કુલ આવકના 55.09 ટકા કે 1811.9425 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડ દ્વારા દાન હાસિલ કર્યું. ભાજપને 1033.70 કરોડ રૂપિયા, ટીએમસીને 528.143 કરોડ રૂપિયા, કોંગ્રેસને 236.0995 કરોડ રૂપિયા અને એનસીપીને 14 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડથી દાન મળ્યું છે. 

ચૂંટણી બોન્ડ દાનની સૌથી લોકપ્રિય રીત
ADR ના આરટીઆય અરજીના જવાબમાં સ્ટેટ બેન્ક દ્વારા આંકડા આપવામાં આવ્યા છે. તે અનુસાર 2021-2022માં પાર્ટીઓ તરફથી 2673.0525 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી મળ્યા, જેમાંથી 67.79 ટકા રાષ્ટ્રીય દળોની પાસે આવ્યા. એડીઆર પ્રમાણે તે જોવામાં આવ્યું કે ચૂંટણી બોન્ડ 2020-2021 માટે રાષ્ટ્રીય રાજકીય દળોની દાન માટેની સૌથી લોકપ્રિય રીત છે. જો ભાજપની વાત કરીએ તો તેની આવક 2020-2021માં 752.337 કરોડ રૂપિયાથી 154.82 ટકા કે 1164.783 કરોડ રૂપિયા વધી 2021-2022માં 1917.12 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news