ADR Report: દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 29 કરોડપતિ, આ રાજ્યના મુખ્યમંત્રી પાસે સૌથી વધુ સંપત્તિ, ADR રિપોર્ટમાં ખુલાસો
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ADRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સંગઠન દ્વારા ચૂંટણી એફિડેવિટના વિશ્લેષણ મુજબ દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ મુખ્યમંત્રી છે.
Trending Photos
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. ADRએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સંગઠન દ્વારા ચૂંટણી એફિડેવિટના વિશ્લેષણ મુજબ દેશના 30 મુખ્યમંત્રીઓમાંથી 29 મુખ્યમંત્રી કરોડપતિ મુખ્યમંત્રી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી પાસે સૌથી વધુ 510 કરોડ રૂપિયાની સંપત્તિ છે. ADRએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસે લગભગ 15 લાખ રૂપિયાની સૌથી ઓછામાં ઓછી સંપત્તિ છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એડીઆર અને ઈલેક્શન વોચ (ન્યૂ)એ કહ્યું કે તેઓ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તમામ 30 વર્તમાન મુખ્યમંત્રીઓના સોગંદનામાનું વિશ્લેષણ કરીને આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. જણાવી દઈએ કે 28 રાજ્યોમાં મુખ્યમંત્રી છે અને બે કેન્દ્રશાસિત પ્રદેશો - દિલ્હી અને પુડુચેરીમાં પણ મુખ્યમંત્રી છે. પરંતુ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં હાલમાં કોઈ મુખ્યમંત્રી નથી. ADRએ જણાવ્યું કે વિશ્લેષણમાં સામેલ 30 મુખ્યમંત્રીઓમાંથી 29 (97 ટકા) કરોડપતિ છે. જેની સરેરાશ સંપત્તિ 33.96 કરોડ રૂપિયા પ્રતિ વ્યક્તિ છે.
એડીઆરના અહેવાલ મુજબ, 30 માંથી 13 મુખ્ય પ્રધાનો (43 ટકા) એ તેમની ચૂંટણી એફિડેવિટમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને ગુનાહિત ધાકધમકી સંબંધિત ગંભીર ફોજદારી કેસ જાહેર કર્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે ગંભીર ફોજદારી કેસો બિનજામીનપાત્ર ગુના છે જેમાં પાંચ વર્ષથી વધુની જેલની સજા થાય છે. સંપત્તિની દ્રષ્ટિએ ટોચના ત્રણ મુખ્ય પ્રધાનોમાં આંધ્રપ્રદેશના જગન મોહન રેડ્ડી (રૂ. 510 કરોડથી વધુ), અરુણાચલ પ્રદેશના પેમા ખાંડુ (રૂ. 163 કરોડથી વધુ) અને ઓડિશાના નવીન પટનાયક (રૂ. 63 કરોડથી વધુ) છે.
એડીઆરએ ધ્યાન દોર્યું કે ઓછામાં ઓછી જાહેર સંપત્તિ ધરાવતા ત્રણ મુખ્યમંત્રીઓ પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી (રૂ. 15 લાખથી વધુ), કેરળના પિનરાઇ વિજયન (રૂ. 1 કરોડથી વધુ) અને હરિયાણાના મનોહર લાલ (રૂ. 1 કરોડથી વધુ) છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને દિલ્હીના અરવિંદ કેજરીવાલ બંનેની પાસે 3 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે