કોંગ્રેસે રિયા ચક્રવર્તીને છોડવાની માગ કરી, અધીર રંજન બોલ્યા- રાજકીય ષડયંત્રનો થઈ શિકાર
આ પહેલા ચૌધરીએ કહ્યુ હતું કે સુશાંતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસના સિલસિલામાં રિયા ચક્રવર્તીને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે.
Trending Photos
કોલકત્તાઃ સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) કેસમાં એમ્સની ફોરેન્સિક ટીમે સીબીઆઈને સોંપેલા પોતાના રિપોર્ટમાં હત્યાના એંગલને બહાર કરી દીધો છે. ત્યારબાદ રાજકીય વાર-પલટવારનો દૌર પણ શરૂ થઈ ગયો છે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ માગ કરી છે કે હવે અભિનેત્રી રિયા ચક્રવર્તીને પરેશાન કર્યા વગર તત્કાલ છોડી દેવી જોઈએ.
આ પહેલા ચૌધરીએ કહ્યુ હતું કે સુશાંતના મોતથી જોડાયેલા ડ્રગ્સ કેસની તપાસના સિલસિલામાં રિયા ચક્રવર્તીને ખોટી રીતે ફસાવવામાં આવી રહી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, રિયા રાજકીય ષડયંત્રનો શિકાર હતી. બંગાળ કોંગ્રેસના પ્રમુખે કહ્યું કે, હવે ભાજપની પ્રચાર મશીનરી એમ્સની ફોરેન્સિક ટીમ પર આરોપ લગાવી શકે છે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે, ભાજપે કથિત રીતે પ્રોપગેન્ડા ચલાવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુશાંતની હત્યાનું ષડયંત્ર રચ્યું.
ચૌધરીએ કહ્યું કે, હું પહેલા કહી ચુક્યો છું કે રિયા ચક્રવર્તી નિર્દોષ હતી. તેને હવે પરેશાન કર્યા વગર છોડવી જોઈએ. રિયા ચક્રવર્તી રાજકીય ષડયંત્રનો શિકાર થી છે. મહત્વનું છે કે એમ્સના મેડિકલ બોર્ડે સુશઆંતની હત્યાની આશંકાને નકારતા તેને આત્મહત્યાનો મામલો ગણાવ્યો છે. સીબીઆઈને સોંપેલા રિપોર્ટમાં ફોરેન્સિક ડોક્ટરોની છ સભ્યોની ટીમે ઝેર આપી અને ગળુ દબાવીને રાજપૂતની હત્યાની આશંકાને નકારી છે.
Bihar Election: ભાજપમાં સામેલ થઈ નેશનલ શૂટર શ્રેયસી સિંહ, લડી શકે છે ચૂંટણી
આ ખબર સામે આવવાની સાથે કોંગ્રેસ સત્તાધારી ભાજપ પર આક્રમક થઈ ગયું છે. કાલે શનિવારે મહારાષ્ટ્ર કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર રાજ્યને બદનામ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. સાથે કોંગ્રેસ ષડયંત્રકારોને પકડવા માટે એક એસઆઈટીની રચના કરવાની માગ કરી હતી. પરંતુ ભાજપે આ આરોપોને નકારી દીધા છે. ભાજપ કહે છે કે તે માત્ર સુશાંત માટે ન્યાય માગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે