એરફોર્સનું સુખોઈ જેટ મહારાષ્ટ્રના નાસિકમાં ક્રેશ, બે પાઇલોટ્સનો આબાદ બચાવ
આ મહિનાની શરૂઆતમાં IAFનું જગુઆર ફાઇટર જેટ પર ગુજરાતના કચ્છના મુન્દ્રામાં ક્રેશ થઈ ગયું હતું
Trending Photos
નવી દિલ્હી : ઇન્ડિયન એર ફોર્સ (IAF)નું સુખોઈ જેટ આજે મહારાષ્ટ્ર્ના નાસિક ખાતે ક્રેશ થઈ ગયું છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી અને બે પાઇલોટ્સનો આબાદ બચાવ થયો છે. નોંધનીય છે કે આ મહિનાની શરૂઆતમાં IAFનું જગુઆર ફાઇટર જેટ પર ગુજરાતના કચ્છના મુદ્દા જિલ્લામાં ક્રેશ થઈ ગયું હતું.
Maharashtra: A Sukhoi Su-30MKI crashes near Nashik, pilots are safe. More details awaited. pic.twitter.com/coQJSudLDo
— ANI (@ANI) June 27, 2018
ભારતીય વાયુસેનાનું મુખ્ય ફાઇટર વિમાન અને વિશ્વના સૌથી ખતરનાક વિમાનમાં સુખોઈ 30 MKIનો સમાવેશ થાય છે. આ વિમાનનું પ્રોડક્શન ભારતમાં જ થઈ જાય છે.
જાન્યુઆરીમાં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે જોધપુરનાં એરફોર્સ બેસથી સુખોઈ-30 લડાકૂ વિમાન ઉડાવ્યું છે. નિર્મલા સીતારમન દેશનાં પહેલા મહિલા રક્ષા મંત્રી છે જેમણે લડાકૂ વિમાન ઉડાવ્યું હોય. આ પહેલા ૨૫ નવેમ્બર, 2009માં ત્રણે સેનાઓનાં સુપ્રીમ કમાન્ડર તરીકે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે પુણેમાં સુખોઈ વિમાન ઉડાવ્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે