Shraddha murder case: આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, હવે તિહાડ જેલમાં રહેશે

Aftab Poonawala: શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં આરોપી આફતાબ પૂનાવાલાને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આ પહેલા આફતાબને આંબેડકર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

Shraddha murder case: આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો, હવે તિહાડ જેલમાં રહેશે

નવી દિલ્હીઃ Aftab Poonawala:શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં આરોપી આફતાબને આંબેડકર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં કોર્ટ લગાવવામાં આવી હતી. અહીં આફતાબને રજૂ કરવામાં આવ્યો. સ્પેશિયલ સીપી લો એન્ડ ઓર્ડર સગરપ્રીત હુડાએ આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે દિલ્હી પોલીસે મેજિસ્ટ્રેટને વિનંતી કરી કે આંબેડકર હોસ્પિટલમાં કોર્ટ લગાવવામાં આવે. 

હકીકતમાં દિલ્હી પોલીસની ટીમ આફતાબને નાર્કો ટેસ્ટ પહેલાની પ્રક્રિયા માટે આંબેડકર હોસ્પિટલ લઈને પહોંચી હતી. આ દરમિયાન તેને શનિવાર, 26 નવેમ્બર 2022ના કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને કોર્ટે સુનાવણી બાદ આફતાબને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. હવે આફતાબનું નવુ સરનામું તિહાડ જેલ હશે. 

કેસ ઉકેલવા માટે પોલીસ કરી રહી છે પ્રયાસ
શ્રદ્ધા હત્યા કેસની મિસ્ટ્રી હજુ ઉકેલાઈ નથી. ભલે આરોપી આફતાબે પોલીસની સામે પોતાનો ગુનો કબુલ કરી લીધો છે પરંતુ હજુ એવા ઘણા સવાલ છે જેના જવાબ મળ્યા નથી. દિલ્હી પોલીસના હાથમાં હજુ તેવા પૂરાવા આવ્યા નથી જેનાથી તે કોર્ટમાં આફતાબને દોષી સાબિત કરી શકે. 

દિલ્હી પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે શ્રદ્ધાની હત્યા દિલ્હીમાં થઈ છે પરંતુ તેનું ષડયંત્ર હિમાચલમાં રચવામાં આવ્યું છે. આ કેસના ઉકેલ માટે દિલ્હી પોલીસ પાંચ રાજ્યોમાં તપાસ કરી રહી છે. પોલીસે મુંબઈમાં શ્રદ્ધા અને આફતાબના નજીકના લોકોની પૂછપરછ પણ કરી છે. તો ગુરૂગ્રામમાં પણ પોલીસે ઘણીવાર શ્રદ્ધાની હત્યામાં ઉપયોગ કરાયેલા હથિયારો પણ શોધ્યા છે. 

હજુ પણ પોલીસને પૂરાવાની જરૂર
ઉલ્લેખનીય છે કે આ કેસમાં દરરોજ નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. આફતાબે પૂછપરછમાં જણાવ્યું કે તેણે શ્રદ્ધાની હત્યા કરી મૃતદેહના 35 ટુકડા કર્યાં હતા. ત્યારબાદ તેણે મૃતદેહના ટુકડાને મહરૌલીના જંગલોમાં ફેંક્યા હતા. આફતાબ તરફથી જણાવવામાં આવેલી જગ્યાઓ પર પોલીસે સર્ચ ઓપરેશન કર્યું પરંતુ હજુ મજબૂત પૂરાવા મળ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news