દરેકને ગમી ગયું છે વર્ક ફ્રોમ હોમ, 82 ટકા કર્મચારી જવા માંગતા નથી ઓફિસ
ટેલેન્ટ ટેક આઉટલુક 2022 ચાર મહાદ્રીપોમાં 100 થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને એચઆર એક્ઝિક્યુટિવ્સના પ્રતિભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સર્વે સોશિયલ મીડિયા, ઈન્ટરવ્યુ અને પેનલ ચર્ચા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો.
Trending Photos
મુંબઈ: વૈશ્વિક રોગચાળા COVID-19 ને કારણે કામકાજના જીવનમાં અભૂતપૂર્વ ફેરફારો વચ્ચે એક રિસર્ચ જણાવે છે કે લોકો હવે ઓફિસ જવાને બદલે ઘરે રહીને કામ કરવાનું પસંદ કરી રહ્યા છે. રોજગાર સંબંધિત વેબસાઈટ સાઈકીના 'ટેક ટેલેન્ટ આઉટલુક'ના રિપોર્ટ અનુસાર, મહામારીને કારણે પહેલા કર્મચારીઓ પર દૂર રહીને ઓફિસનું કામ કરવાની સિસ્ટમ લાદવામાં આવી હતી, પરંતુ હવે બે વર્ષ પછી 'વર્ક ફ્રોમ હોમ' હવે 'નવો ટ્રેન્ડ' બની ગયો છે. અને નવી આદતોએ લોકોના જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. આ અભ્યાસમાં સામેલ લોકોમાંથી 82 ટકા લોકો ઓફિસ જવા માંગતા નથી અને ઘરેથી કામ કરવા માગે છે.
આ રિસર્ચામં આ વાતો સામે આવી
ટેલેન્ટ ટેક આઉટલુક 2022 ચાર મહાદ્રીપોમાં 100 થી વધુ એક્ઝિક્યુટિવ્સ અને એચઆર એક્ઝિક્યુટિવ્સના પ્રતિભાવોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. આ સર્વે સોશિયલ મીડિયા, ઈન્ટરવ્યુ અને પેનલ ચર્ચા દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસમાં સામેલ 64 ટકા કર્મચારીઓએ કહ્યું કે ઘરેથી કામ કરવાથી તેમની ઉત્પાદકતા વધે છે અને તણાવ ઓછો થાય છે. દરમિયાન, 80 ટકાથી વધુ એચઆર મેનેજરોએ જણાવ્યું હતું કે તેમના માટે ફુલ-ટાઈમ ઓફિસ-ગોઇંગ કર્મચારીઓ શોધવાનું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. તો બીજી તરફ 67 ટકાથી વધુ કંપનીઓએ પણ કહ્યું કે તેમના માટે ઓફિસમાં કામ કરતા લોકોને શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે.
ઘરેથી કામ કરવાનો નવો ટ્રેન્ડ
બદલાયેલા વાતાવરણમાં, ઘરેથી કામ કરવું એ વિકલ્પને બદલે એક નવો ટ્રેન્ડ બની ગયો છે અને ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા લોકો પણ તેમના એમ્પ્લોયર પાસેથી તેની અપેક્ષા રાખે છે. જે એમ્પ્લોયરો આ સિસ્ટમ અપનાવવા તૈયાર નથી તેઓને સારી પ્રતિભાઓને જોડવા અને પહેલેથી જ કામ કરતા લોકોને જાળવી રાખવામાં પડકારોનો સામનો કરવો પડશે. સાઇકના સ્થાપક અને સીઇઓ કરુણજીત કુમાર ધીરે કહ્યું, "દૂરસ્થ કામની દુનિયામાં આપનું સ્વાગત છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું કે દૂરસ્થ કામ કરતાં બે વર્ષ વિતી જતાં એક નવા પ્રકારનું લચીલાપણું મળ્યું છે જે કર્મચારીઓ અને એમ્પ્લોયર બંને માટે ફાયદાકારક છે.
(ઇનપુટ ભાષા)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે