18 મહિનાના બાકી DA એરિયર પર આવ્યા મોટા અપડેટ, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ ખાસ જાણો નહીં તો પસ્તાશો

18 month da arrears: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. કોવિડ 19 સમયે રોકવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી  ભથ્થાના એરિયર પર નાણા મંત્રાલયે પોતાનો ફાઈનલ જવાબ આપી દીધો છે.

18 મહિનાના બાકી DA એરિયર પર આવ્યા મોટા અપડેટ, સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ ખાસ જાણો નહીં તો પસ્તાશો

18 month da arrears: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી અપડેટ આવી છે. કોવિડ 19 સમયે રોકવામાં આવેલા 18 મહિનાના મોંઘવારી  ભથ્થાના એરિયર પર નાણા મંત્રાલયે પોતાનો ફાઈનલ જવાબ આપી દીધો છે. છેલ્લા કેટલાક દિવસથી મીડિયામાં ચર્ચા હતી કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને 18 મહિનાનું એરિયર આપવા પર કોઈ નિર્ણય લઈ શકે છે. જેને લઈને અનેક સંગઠનોએ માંગણી રજૂ કરી હતી. પરંતુ હવે નાણા મંત્રાલયે પોતે સ્પષ્ટતા કરી દીધી છે કે આ મામલે તેમનું શું વલણ છે. જો કે પહેલા અનેકવાર આ સવાલના જવાબમાં નાણા મંત્રાલયે ચોખ્ખે ચોખ્ખી ના પાડી હતી. આમ છતાં ચોમાસુ સત્ર દરમિયાન પૂછાયેલા સવાલનો રાજ્યમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. 

18 મહિનાના ડીએ એરિયર પર શુ કહે છે સરકાર
પૂછાયેલા એક સવાલના જવાબમાં નાણા મંત્રાલયે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)ની બાકી રકમ ચૂકવવાની સંભાવનાથી સ્પષ્ટ રીતે ઈન્કાર કરી દીધો છે. જેનાથી 18 મહિનાની ડીએની બાકી રકમ વિશે કોઈ આશા રાખીને બેઠા હોય તો ઠગારી નીવડશે. રાજ્યસભા સાંસદ જાવેદ અલી ખાન અને રામજી લાલ સુમને આ સવાલ ઉઠાવ્યો હતો. 

પ્રશ્ન 
(ક) શું  સરકાર કોવિડ પ્રકોપ દરમિયાન રોકવામાં આવેલા કેન્દ્રીય સરકારી કર્મચારીઓ/પેન્શન ભોગીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થા/રાહતને આપવા પર સક્રિય રીતે વિચારી રહી છે?

(ખ) જો હા, તો તે અંગે શું વિગતો છે?

(ગ) જો ના, તો દુનિયામાં ત્રીજી મોટી અર્થવ્યવસ્થા હોવા છતાં તે ન આપવા પાછળનું શું કારણ છે અને

(ઘ) વર્ષ 2024થી આજની તારીખ સુધી આ મામલે મળેલી રજૂઆતોની વિગતો શું છે અને તેના પર રજૂઆતોને ધ્યાનમાં લઈ શું કાર્યવાહી થઈ છે?

જવાબ

નાણા રાજ્યમંત્રી (શ્રી પંકજ ચૌધરી)
(ક) જી, ના. 

(ખ) સવાલ જ નથી ઉઠતો. 

(ગ) અને (ઘ) કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 થી ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થા (DA)/ મોંઘવારી રાહત (DR) ના ત્રણ હપ્તાને રોકવાનો નિર્ણય કોવિડ 19 કે જેનાથી આર્થિક નુકસાન થયું હતું તે સંદર્ભમાં લેવાયો હતો જેથી કરીને સરકારી નાણા વ્યવસ્થા પર દબાણ ઓછું કરી શકાય. વર્ષ 2024 દરમિયાન NCJCM સહિત સરકારી કર્મચારીઓના સંઘો તરફથી અનેક રજૂઆતો મળી છે. 2020માં વૈશ્વિક મહામારીની પ્રતિકૂળ નાણાકીય પ્રભાવ અને સરકાર દ્વારા કરાયેલા કલ્યાણકારી ઉપાયોના ભંડોળ પર નાણાકીય વર્ષ 2020-21 બાદ પણ રાજકોષીય નુકસાન થઈ રહ્યું હતું આથી મોંઘવારી ભથ્થા/મોંઘવારી રાહતની બાકી રકમને ચૂકવવા પાત્ર ગણવામાં આવી નહતી. 

જુલાઈથી આટલું થશે ડીએ
ભલે કેન્દ્રીય કર્મચારીઓને 18 મહિનાના ડીએ એરિયરના મોરચે નિરાશા મળી હોય પરંતુ જલદી તેમના મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. હાલના સમયમાં તેમને 50 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. પરંતુ જુલાઈ 2024થી તે રિવાઈઝ થશે. મોંઘવારી ભથ્થું કેટલું વધશે તેના નંબર્સ આવી ગયા છે. આ વખતે 3 ટકાના દરથી મોંઘવારી ભથ્થામાં વધારો થશે. જેને 1 જુલાઈથી લાગૂ કરાશે. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કુલ મોંઘવારી ભથ્થું/રાહત વધીને 53 ટકા થઈ જશે. જો કે તેની જાહેરાતને હજુ વાર છે. આ અંગે સપ્ટેમ્બર કે ઓક્ટોબરના અંતમાં જાહેરાત થઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news