7th Pay Commission: બિહારના લાખો કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબરી

રાજ્યમાં નવા દર એક જુલાઇ 2018થી લાગૂ થશે. મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 

7th Pay Commission: બિહારના લાખો કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબરી

નવી દિલ્હી: દિવાળી પહેલાં વધુ એક રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના સાતમા પગાર પંચ સાથે સંકળાયેલી ખુશખબરી આપી છે. બિહાર સરકારે રાજ્યના કર્મચારીઓ, પેંશનધારીઓ અને પારિવારીક પેંશનધારકોના મોંઘવારી ભથ્થા/ રાહત દર 7થી વધારીને 9 ટકા કરી દીધી છે. રાજ્યમાં નવા દર એક જુલાઇ 2018થી લાગૂ થશે. મુખ્યમંત્રી નીતીશ કુમારની અધ્યક્ષતામાં મંગળવારે મંત્રીપરિષદની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. 

બિહાર કેબિનેટની મંજૂરી બાદ વધ્યું મોંઘવારી ભથ્થું
મંત્રીમંડળ સચિવાલય વિભાગના પ્રધાન સચિવ સંજય કુમારે જણાવ્યું કે આ નિર્ણયથી રાજ્ય સરકારના સેવકો, પેંશનધારકો અને પારિવારિક પેંશનધારકોને ગત એક જુલાઇથી 7 ટકાના બદલે 9 ટકા મોંઘવારી ભથ્થું/ રાહત સ્વીકૃતિ પ્રદાન કરવામાં આવી છે. આ નિર્ણયથી ખજાના પર 419 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
7th Pay Commission, bihar cabinet, da hike in bihar, bihar

કેંદ્વ સરકારે પહેલા વધાર્યું હતું ડીએ
આ પહેલાં યૂપીમાં રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો કર્યો હતો. અન્ય રાજ્યોમાં પણ કેંદ્ર સરકારના ડીએ વધારીને 9 ટકા કર્યા બાદ મોંઘવારી ભથ્થું વધારવામાં આવ્યું હતું. 

(ઇનપુટ એજન્સીમાંથી)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news