દિલ્હી-નોઈડા: છેલ્લા 2 દિવસની અંદર CRPFના 70 જવાન કોરોનાની ઝપેટમાં

કોરોના વાયરસનો કેર દેશમાં સતત વધી રહ્યો છે. આવામાં કોરોના વાયરસના સંક્રમિત થવાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસની અંદર રાજધાની દિલ્હી અને નોઈડામાં તૈનાત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ( CRPF)ની 31મી બટાલિયનના લગભગ 70 જેટલા જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. 

દિલ્હી-નોઈડા: છેલ્લા 2 દિવસની અંદર CRPFના 70 જવાન કોરોનાની ઝપેટમાં

નવી દિલ્હી: કોરોના વાયરસનો કેર દેશમાં સતત વધી રહ્યો છે. આવામાં કોરોના વાયરસના સંક્રમિત થવાના અહેવાલો પણ સામે આવી રહ્યાં છે. છેલ્લા 2 દિવસની અંદર રાજધાની દિલ્હી અને નોઈડામાં તૈનાત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ ( CRPF)ની 31મી બટાલિયનના લગભગ 70 જેટલા જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનો મામલો સામે આવ્યો છે. 

અત્રે જણાવવાનું કે અત્યાર સુધીમાં CRPFના લગભગ 122 જવાનો કોરોનાથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઈ છે. આ અગાઉ CRPFની આ 31મી બટાલિયનમાં પોસ્ટેડ એક જવાનનું થોડા દિવસ પહેલા જ મોત થયું હતું. 

નોંધનીય છે કે COVID-19ના કારણે CRPFના જવાનના મોતનો આ પહેલો કેસ હતો. આ જવાન આસામ રાજ્યનો મૂળ રહિશ હતો. દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ કોરોના ફાઈટરનું મોત થયું હતું. 

અત્રે જણાવવાનું કે દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 37336 થઈ ગઈ છે જેમાંથી 26,167 એક્ટિવ કેસ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં 2293 નવા કેસ સામે આવ્યાં હતાં. જે અત્યાર સુધીના દૈનિક આંકડામાં સૌથી મોટો આંકડો છે. જ્યારે 71 લોકોએ છેલ્લા 24 કલાકમાં જીવ ગુમાવ્યા.

જુઓ LIVE TV

નોંધનીય છે કે દેશમાં કોરોનાના સતત વધતા કેસોને કારણે કેન્દ્ર સરકારે દેશભરમાં લોકડાઉન બે અઠવાડિયા માટે લંબાવ્યું છે. હવે 17મી મે સુધી લોકડાઉન 3.0 રહેશે. 3જી મેના રોજ લોકડાઉનનો બીજો તબક્કો પૂરો થવા જઈ રહ્યો હતો. કોરોનાના સંક્રમણને જોતા દેશને ત્રણ ઝોનમાં વહેંચી દેવાયો છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન, તે મુજબ છૂટછાટ મળશે. હવાઈ, રેલ અને મેટ્રો સેવાઓ સંપૂર્ણ બંધ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news