ગલવાન વિવાદ સર્વે: 74% લોકોને મોદી સરકાર પર સંપુર્ણ વિશ્વાસ, 60% ચીની વસ્તુનો બહિષ્કાર કર્યો
Trending Photos
નવી દિલ્હી : પૂર્વી લદ્દાખમાં સીમા પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત્ત છે. ચીન વિવાદ પર સી વોટર સ્નેપ પોલમાં લોકોને પુછવામાં આવ્યું કે, હાલનાં તણાવ મુદ્દે સરકાર પર વધારે વિશ્વાસ છે કે કોંગ્રેસ પર ? સર્વેમાં રહેલા 74% લોકોએ કહ્યું કે, તેમને મોદી સરકાર પર સંપુર્ણ વિશ્વાસ છે, જ્યારે માત્ર 14.4 ટકા લોકોએ રાહુલ ગાંધી અથવા વિપક્ષ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. બીજી તરફ 9.6 ટકા લોકોએ કહ્યું કે, ચીન સાથે વિવાદ ઉકેલવાનો દમ ન તો વિપક્ષમાં છે ન તો હાલની સરકારમાં.
68 ટકા લોકોએ ચીનની વસ્તુના બહિષ્કારની વાત સ્વિકારી
સર્વેક્ષણમાં ભાગ લેનારા 68 ટકા લોકોનું માનવું છે કે, ભારતનાં લોકો ચીની ઉત્પાદનોનું બહિષ્કાર કરશે જ્યારે 31 ટકા લોકોને લાગે છે કે, લોકો ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશે. ભલે પછી તેના માટે તેમને ગમે તે કરવું પડે.
60 ટકા લોકોએ સ્વિકાર્યું કે બદલો લેવો જરૂરી
સર્વેમાં 68 ટકા નાગરિકોએ સ્વિકાર્યું કે, પાકિસ્તાનની તુલનામાં ભારત માટે ચીન મોટી ચિંતાનો વિષય છે, જ્યારે 32 ટકાએ પાકિસ્તાનને વધારે ચિંતાજનક માન્યું. લોકોને જ્યારે પુછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે, ભારત સરકારે ચીનને જવાબ આપવા માટે યોગ્ય પગલા ઉઠાવ્યા છે? તે અંગે 39 ટકાથી વધારે ભારતીયોએ હામાં જવાબ આપ્યો અને કહ્યું કે, ગલવાન ઘાટીમાં 20 ભારતીય સૈનિકોને શહીદ થવા અંગે મોદી સરકારને કડક જવાબ આપ્યો. 60 ટકાનું માનવું છે કે અમારા સૈનિકોની હત્યાનો બદલો લેવાનો બાકી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે