5G ટેક્નોલોજીથી વિમાનને જોખમ! એર ઈન્ડિયાએ અમેરિકા જતી અનેક ફ્લાઈટ્સ રદ કરી

અમેરિકાના એરપોર્ટ્સ પર આજથી 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થઈ રહી છે જેની સીધી અસર ભારતીય ઉડાણો પર પડી રહી છે.

5G ટેક્નોલોજીથી વિમાનને જોખમ! એર ઈન્ડિયાએ અમેરિકા જતી અનેક ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હી: અમેરિકાના એરપોર્ટ્સ પર આજથી 5જી ઈન્ટરનેટ સેવા શરૂ થઈ રહી છે જેની સીધી અસર ભારતીય ઉડાણો પર પડી રહી છે. અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયાએ અમેરિકા જનારી ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ પોતે આ જાણકારી આપી. 

શિડ્યૂલમાં થઈ શકે છે ફેરફાર
અત્રે જણાવવાનું કે હાલ ભારતથી અમેરિકા વચ્ચે ફક્ત એર ઈન્ડિયાના જ  વિમાનો ઉડાણ ભરે છે. પરંતુ 5G ટેક્નોલોજીના કારણે તેમાં પણ ફેરફાર આવશે. એર ઈન્ડિયાએ એક અન્ય ટ્વીટમાં જણાવ્યું કે 19 જાન્યુઆરીના રોજ દિલ્હીથી વોશિંગ્ટન માટે ઉડાણ ભરનારી ફ્લાઈટ AI103 પોતાના નિર્ધારિત સમયથી જ રવાના થશે. જો કે અન્ય કેટલીક ફ્લાઈટ્સ પર અસર રહેશે. 

એરપોર્ટથી દૂર રાખો  5જી
એરલાઈન અધિકારીઓનું કહેવું છે કે અમેરિકામાં 5જી  ટેક્નોલોજી લાગૂ થવાના કારણે વિમાનના એન્જિન અને બ્રેકિંગ સિસ્ટમને લેન્ડિંગ મોડમાં જવાથી અડચણો પેદા થઈ શકે છે. આવામાં વિમાનો માટે લેન્ડ કરાવવામાં મુશ્કેલી પડી શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે સ્થાનિક સરકાર સમગ્ર દેશમાં 5જી લગાવે પરંતુ તેને એરપોર્ટની રેન્જથી દૂર રાખે. 

AI101/102 DEL/JFK/DEL
AI173/174 DEL/SFO/DEL
AI127/126 DEL/ORD/DEL
AI191/144 BOM/EWR/BOM

Please standby for further updates.https://t.co/Cue4oHChwx

— Air India (@airindiain) January 18, 2022

લેટર લખી  ચિંતા વ્યક્ત કરી
આ અંગે એવિએશન રેગ્યુલેટર FAA ને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરાઈ છે. અમેરિકા આધારિત એરલાઈન્સ ગ્રુપે એક લેટર લખીને કહ્યું કે 5જીના કારણે ભયંકર વિમાન સંકટ આવી શકે છે. આ ગ્રુપમાં United Airlines, American Airlines, Delta Airlines અને FedEx સામેલ છે. 

અનેક મુસાફરો થશે પ્રભાવિત
અત્રે જણાવવાનું કે એર ઈન્ડિયા ઉપરાંત યુનાઈટેડ એરલાઈન્સ અને અમેરિકન એરલાઈન્સ પણ અમેરિકા અને ભારત વચ્ચે ઉડાણ ભરે છે. FAA એ કહ્યું કે તેણે કેટલાક 5જીવાળા વિસ્તારોની અંદર ટ્રાન્સપોન્ડરને કામ કરવાની છૂટ આપી છે. 5જીના સી-બેન્ડથી પ્રભાવિત થનારા 88 એરપોર્ટમાંથી 48 નજીક નવી ટેક્નોલોજીને લીલી ઝંડી અપાઈ છે. એરલાઈન્સને ચિંતા છે કે આ એરપોર્ટમાં અનસર્ટિફાઈડ ઈક્વિપમેન્ટથી હજારો ઉડાણો ઠપ થઈ શકે છે. યુનાઈટેડ એરલાઈન્સે કહ્યું કે હાલ 5G વાયરલેસના કારણે વર્ષભરમાં 15,000 ઉડાણો અને 12.5 લાખ મુસાફરો પ્રભાવિત થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news