કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીરમાં 4G ઈન્ટરનેટ સેવા બહાલ થશે
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીર (Jammu and kashmir) માં 4જી ઈન્ટરનેટ સેવા બહાલ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. જેમાં કેન્દ્ર સરકારે જાણકારી આપી કે 15 ઓગસ્ટથી જમ્મુ અને કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં 4જી ઈન્ટરનેટ સેવા બહાલ કરવામાં આવશે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે સરકાર જમ્મુ અને કાશ્મીરના કેટલાક પસંદગીના વિસ્તારોમાં 4G ઈન્ટરનેટ સર્વિસ બહાલ કરવા જઈ રહી છે. જમ્મુ અને કાશ્મીર ડિવિઝનના એક એક જિલ્લામાં ટ્રાયલ તરીકે 4G ઈન્ટરનેટ સર્વિસ બહાલ થશે. ત્યારબાદ આગામી 2 મહિનામાં તેની સમીક્ષા કરવામાં આવશે.
જો કે સરહદી વિસ્તારોમાં LoC પાસે હાલ 4G ઈન્ટરનેટ સેવા બહાલ થશે નહીં. આતંકી ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે