14 એપ્રિલ બાદ લોકડાઉન યથાવત કે નહીં? આ સવાલ પર સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યો આ જવાબ
મંગળવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 354 કેસ સામે આવ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં 4221 લોકો કોરોના સંક્રમિત છે. દેશમાં કોરોના સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 117 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. 326 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. મંગળવારના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પ્રેસ કોન્ફરન્સમાં આ જાણકારી આપી હતી. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 354 કેસ સામે આવ્યા છે.
શું લોકડાઉન વધશે કે નહીં? આ સવાલનો જવાબ આપતા અગ્રવાલે કહ્યું, અફવાઓ પર ધ્યાન ન આપો. કયા રાજ્યમાં કેવી પરિસ્થિતિ હશે, તેના આધાર પર નિર્ણય લેવામાં આવશે. લોકડાઉન પર કેબિનેટ સચિવ તમામ રાજ્યોના સંપર્કમાં છે. અત્યારે સત્તાવાર રીતે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. લોકડાઉન પર જે પણ નિર્ણય આવશે તે સરકાર જણાવશે.
અગ્રવાલે જણાવ્યું, દેશભરમાં કોરોના દર્દી માટે કોરોના સેન્ટર બનશે. ભારતીય રેલવેએ 2500 કોચમાં 40 હજાર આઇસોલેશન બેડ તૈયાર કર્યા છે. સમગ્ર દેશમાં 133 સ્થળ પુર દરરોજના 375 આઇશોલેશન બેડ બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ ICMRના એક સંશોધનમાં આ વાત સામે આવી છે કે, કોરોના સંક્રમિત એખ દર્દી જો લોકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન નથી કરતો તો તે 30 દિવસમાં 406 લોકોને સંક્રમિત કરી શકે છે.
ગૃહ મંત્રાલાયની સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું, આવશ્યક વસ્તુઓ અને સેવાઓની સ્થિતિ સંતોષજનક છે. ગૃહ મંત્રીએ આ સમગ્ર મામલે વિસ્તૃત સમીક્ષા કરી છે. તેમણે કાળાબજારી રોકવા માટે આવશ્યક પગલા લેવાના આદેશ આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે