જગત જમાદાર થઇને ફરતા ચંદ્રાબાબુને અમિત શાહનો તમાચો, 4 રાજ્યસભા સાંસદ ખેરવી લીધા
આંધ્રપ્રદેશમાં પોતાની સત્તા ગુમાવી ચુકેલા ચંદ્રબાબુ નાયડુને ભાજપે મોટો આઘાત આપ્યો છે. તેનાં 4 રાજ્યસભા સાંસદ ભાજપ જોઇ કરવાનાં છે.
Trending Photos
નવી દિલ્હી : આંધ્રપ્રદેશમાં પોતાની સત્તા ગુમાવી ચુકેલા ચંદ્રબાબુ નાયડુને ભાજપે મોટો આઘાત આપ્યો છે. તેનાં 4 રાજ્યસભા સાંસદ ભાજપ જોઇ કરવાનાં છે. ગુરૂવારે 3 રાજ્યસભા સાંસદોએ ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરીને કહ્યું કે, તેમને એક અલગ ગ્રુપ તરીકે માન્યતા આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે ટીડીપીનાં રાજ્યસભામાં 6 સાંસદ છે. 4 સાંસદ અલગ ગ્રુપ તરીકે ભાજપ સાથે જોડાવા માટેની પરવાનગી માંગી છે. લોકસભામાં પ્રચંડ બહુમતી સાથે આવેલ ભાજપ રાજ્યસભામાં બહુમતીની જરૂરિયાત છે. એવામાં જો આ 4 સાંસદ ભાજપ સાથે જોડાય જાય છે તો તેની શક્તિમાં વધારો થશે.
કામાખ્યા દેવી મંદિર પરિસરમાં માથુ કપાયેલી લાશ મળી, નરબલિની આશંકા
ટીડીપીનાં જે રાજ્યસભા સાંસદો ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી, તેમાં વાઇ.એસ ચૌધરી, ટી.જી વેંકટેશ, સીએમ રમેશ અને જી. મોહન રાવનો સમાવેશ થાય છે. ઉપરાષ્ટ્રપતિને 3 સાંસદોએ મુલાકાત કરી હતી. જ્યારે ચોથા સાંસદ જી. મોહન રાવે પત્ર લખીને પોતાનું સમર્થન વ્યક્ત કર્યું હતું. ચારેય સાંસદોએ રાજીનામું આપી દીધું છે. જો આ ચારેય સાંસદો ભાજપ સાથે જોડાઇ જશે તો રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ વધી જશે. તેના કારણે સરકારનાં રાજ્યસભામાં ભાજપ બહુમતીની નજીક પહોંચી જશે. એકવાર એનડીએને રાજ્યસભામાં પણ બહુમતી પ્રાપ્ત થાય તો તેનાં અનેક બિલ રાજ્યસભામાં અટકે છે તે નહી અટકે.
TDP MPs of Rajya Sabha- YS Chowdary, CM Ramesh, TG Venkatesh and GM Rao, today passed a resolution to merge Legislature Party of Telugu Desam Party (TDP) with BJP. pic.twitter.com/3ln6qy5l8G
— ANI (@ANI) June 20, 2019
અત્રે ઉલ્લેખનીય છે કે, તેલુગુ દેશમ પાર્ટીનાં કુલ 6 સાંસદો છે જે પૈકી 4 દ્વારા ઉપરાષ્ટ્રપતિને પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે બંધારણની 10મી અનુસુચીનાં ચોથા પેરેગ્રાફ અનુસાર તેઓ પોતાની પાર્ટી ભાજપમાં વિલય કરવા માંગી રહ્યા છે. જે અનુસંધાને તેમની પાર્ટીને ભાજપમાં વિલય કરવા માટેની મંજુરી આપવામાં આવી. 6માંથી 4 સાંસદો હોવાના કારણે બહુમતીથી આ નિર્ણય લેવાયો છે. જેથી આખો પક્ષ વિલય થઇ રહ્યો હોવાનાં કારણે તમામ સાંસદો રાજ્યસભા સાંસદ પદ પર યથાવત્ત રહેશે.
શિવસેનાના સ્થાપના દિવસ કાર્યક્રમમાં CM ફડણવીસની હાજરી, ઉદ્ધવ ઠાકરેને ગણાવ્યાં 'મોટા ભાઈ'
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ લંડનમાં છે. એવામાં તેમને મોટો ઝટકો લાગી શકે છે. અત્રે ઉલ્લેખનીય છેકે ભાજપે પત્રકાર પરિષદ યોજીને આ અંગે માહિતી આપી કે ટીપીડીનું આ જુથ ભાજપમાંવિલયની રજુઆત કરી રહ્યું છે. પ્રેસ કોન્ફરન્સમાં ભાજપનાં ભૂપેન્દ્ર યાદવ અને ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા હાજર હતા. ત્રણ સાંસદ થાવરચંગ ગહલોતે પુષ્પગુછ દ્વારા સ્વાગત કર્યું. ચોથા સાંસદ જી. મોહન રાવન પગમાં ઇજાનાં કારણે પ્રેસ કોન્ફરન્સમાં આવી શક્યા નહોતા.
PM મોદીએ સર્વપક્ષીય બેઠક બાદ નેતાઓનો આભાર માન્યો, કહ્યું-અનેક મુદ્દાઓ પર થઈ ચર્ચા
હાલ આવું છે રાજ્યસભાનું ગણીત
245 સભ્યોની રાજ્યસભામાં ભાજપ સૌથી મોટી પાર્ટી છે. તેની પાસે 75 સાંસદો છે. એનડીએની પાસે કુલ 104 સાંસદ છે. હવે તે વધીને 108 થઇ જશે. એક અંદાજ અનુસાર આવતા વર્ષ સુધીમાં ભાજપ અને એનડીએને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતી મળી જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે