Video: જૂની દિલ્હીમાં ધરાશાયી 4 માળની બિલ્ડિંગ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

મંગળવાર સવારે લગભગ 6:30 વાગે પોલીસને જાણકારી મળી હતી કે, બિલ્ડિંગની છત તૂટી રહી છે. આ સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કોલ કર્યો હતો. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર બિલ્ડિંગને ધરાશાયી થઇ ગઇ હતી

Video: જૂની દિલ્હીમાં ધરાશાયી 4 માળની બિલ્ડિંગ, રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

નવી દિલ્હી: જૂની દિલ્હીના સદર બજારમાં આજે 4 માળની બિલ્ડિંગ ધરાશાયી થઇ ગઇ છે. સદર બજારમાં ગલી પ્રેસવાળીમાં સ્થિત આ બિલ્ડિંગમાં ગોડાઉન અને દુકાનો છે. જેને લઇને બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવ્યા હતા અને કોઇ પણ જાનહાની થઇ નથી. આ બિલ્ડિંગ ઘણા વર્ષો જૂની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફાયર બ્રિગેડ અને પોલીસની સાથે દિલ્હી ડિઝાસ્ટર ટીમ પણ સ્થળ પર પહોંચી ગઇ છે. રેસ્ક્યૂ કામ ચાલી રહ્યું છે.

મંગળવાર સવારે લગભગ 6:30 વાગે પોલીસને જાણકારી મળી હતી કે, બિલ્ડિંગની છત તૂટી રહી છે. આ સાથે ફાયર ડિપાર્ટમેન્ટને પણ કોલ કર્યો હતો. જ્યારે ફાયર ટીમ સ્થળ પર પહોંચી ત્યારે સમગ્ર બિલ્ડિંગને ધરાશાયી થઇ ગઇ હતી. ત્યારે અત્યારે હાલ કાટમાળ હટાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news