Delhi Oxygen Crisis: સર ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીના મોત, સરકારને અપીલ કર્યા બાદ તાબડતોબ પહોંચી ઓક્સિજનની ગાડી

દેશમાં કોરોના વાયરસ (Corona Virus)  સંક્રમણથી હાલત બેકાબૂ છે. ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી સતત લોકોના જીવ બચાવવાની કોશિશમાં છે. આમ છતાં રાજધાની દિલ્હીમાંથી ખુબ જ ભયાનક ખબર સામે આવી છે. સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 60 ગંભીર રીતે બીમારી દર્દીઓના જીવ જોખમમાં છે. 

Delhi Oxygen Crisis: સર ગંગારામ હોસ્પિટલમાં 25 દર્દીના મોત, સરકારને અપીલ કર્યા બાદ તાબડતોબ પહોંચી ઓક્સિજનની ગાડી

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી હાલત બેકાબૂ છે. ડોક્ટર અને સ્વાસ્થ્યકર્મી સતત લોકોના જીવ બચાવવાની કોશિશમાં છે. આમ છતાં રાજધાની દિલ્હીમાંથી ખુબ જ ભયાનક ખબર સામે આવી છે. સર ગંગારામ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. ઓક્સિજનની કમીના કારણે 60 દર્દીઓના જીવ જોખમમાં હતાં. પરંતુ છેલ્લે મળેલી માહિતી મુજબ તાબડતોબ એક ઓક્સિજન ટેન્કર હોસ્પિટલમાં પહોંચાડી દેવાયું છે. જેના કારણે હાલ દર્દીઓના જીવ પર તોળાઈ રહેલું જોખમ ટળ્યું છે. 

60 દર્દીઓના જીવ હતા જોખમમાં
હોસ્પિટલ તરફથી મોકલવામાં આવેલા ઈમરજન્સી સંદેશમાં ઓક્સિજનની તાત્કાલિક જરૂરિયાત જણાવવામાં આવી હતી. કહેવાયું હતું કે હોસ્પિટલમાં થોડા કલાકો માટે જ ઓક્સિજન બચ્યો છે. આવામાં તાકીદે ઓક્સિજનની વ્યવસ્થા કરવાની માગણી કરાઈ હતી. સરકારને ગુહાર લગાવ્યા બાદ સમયસર હોસ્પિટલમાં ઓક્સિજનની આપૂર્તિ કરાવવામાં આવતા મુસીબત હાલ ટળી છે. 

Another Oxygen carrying vehicle has reached Max Smart Hospital, says DCP South

(Visuals from Max Hospital, Saket) pic.twitter.com/Ko2geEzJmR

— ANI (@ANI) April 23, 2021

યોગ્ય રીતે કામ નથી કરી રહ્યા મેડિકલ ઉપકરણ
હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે વેન્ટિલેટર, અને બાઈલેવલ પોઝિટિવ એરવે પ્રેશર (BiPAP) પ્રભાવી રીતે કામ કરી રહ્યા નથી. આઈસીયુ અને ઈડીમાં મેન્યુઅલ રીતે વેન્ટિલેશન કરવામાં આવી રહ્યું છે. આઈસીયુ અને ઈમરજન્સી ચિકિત્સા વિભાગમાં વેન્ટિલેશન  બહાલ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે. 

અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી બાદ અનેક હોસ્પિટલોએ કોરોના પીડિત દર્દીઓને એટમિટ કરવાનું બંધ કરી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news