ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારી

ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. 

ઉન્નાવ રેપ અને અપહરણ કેસ: તીસ હજારી કોર્ટે કુલદીપ સેંગરને આજીવન કેદની સજા ફટકારી

નવી દિલ્હી: ઉન્નાવ રેપ (Unano Rape Case) અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગર (Kuldeep singh Sengar) ની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે. કોર્ટે દંડની રકમમાંથી 10 લાખ રૂપિયા પીડિતાને આપવાનો આદેશ આપ્યો છે. 

દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ સેંગર પર 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો ચુકાદો આવ્યો ત્યારે કુલદીપ સિંહ સેંગર હાથ જોડીને ઊભો રહ્યો હતો. 

જુઓ LIVE TV

કોર્ટે સેંગરને અપરહણ અને રેપના કેસમાં દોષિત ઠેરવ્યો. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ મહત્તમ સજાની માગણી કરી હતી. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. જ્યારે 17 ડિસેમ્બરે સજા પર ચર્ચા થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news