ઇમરાન ખાનની તાજપોશીના દિવસે ભારત પર મોટા હૂમલાની ફિરાકમાં આતંકવાદી: રિપોર્ટ
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી ઉચ્ચારી કે સ્વતંત્રતા દિવસ પ્રસંગે પાકિસ્તાની આતંકવાદીઓ ભારતીય સેનાની શિબિરો પર મોટા હૂમલાનું કાવત્રું રચી રહ્યા છે
Trending Photos
નવી દિલ્હી : પાકિસ્તાનમાં ભલે નવી સરકાર બનવા જઇ રહી હોય, પરંતુ આતંકવાદ મુદ્દે તેની નીતિઓમાં કોઇ પરિવર્તન આવી રહ્યું હોય તેમ નથી લાગી રહ્યું. એક તરફ પૂર્વ ક્રિકેટર ઇમરાન ખાન 14 અથવા 15 ઓગષ્ટે પાકિસ્તાનનાં વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરી શકે છે. બીજી તરફ ભારતીય ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે સ્વતંત્રતા દિવસ પ્રસંગે પાકિસ્તાન આતંકવાદી ભારતીય સેનાની શિબિરો પર મોટો હૂમલાનું કાવત્રું રચી રહ્યા છે. રિપોર્ટ અનુસાર મલ્ટી એજન્સી કોઓર્ડિનેશન સેન્ટરે પોતાનાં અહેવાલમાં જણાવ્યું કે, 15 ઓગષ્ટે સેનાની શિબિરો પર મોટો હૂમલો થાય તેવી શક્યતાઓ છે.
ઇન્ટેલિજન્સ અનુસાર આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદનાં 20થી વધારે આતંકવાદી હૂમલાની ફિરાકમાં છે. પાકિસ્તાન ગુપ્તચર એજન્સી (ISI)ને જૈશ એ મોહમ્મદ પર સંપુર્ણ વિશ્વાસ છે. આ બાબતે બે રિપોર્ટ છે કે નિયંત્રણ રેખા (LoC) પર ચૂરા નજીક કેટલાક આતંકવાદીઓ છે જેમને ટંગધાર વિસ્તારમાં આવેલા સૈન્ય કેમ્પ પર હૂમલો કરવા માટે મોકલવામાં આવ્યા છે.
કેટલાક આતંકવાદીઓ સીમા પાર કરી ચુક્યા છે અને હાલ તેઓ કેમ્પની રેકી કરી રહ્યા છે. આ વાત સેટેલાઇટ ફોનની વાતચીતમાંથી જાણવા મળી છે. બીજા રિપોર્ટ અનુસાર જૈશ એ મોહમ્મદ અંગેના છે. જૈશના આતંકવાદીઓ બારામુલા વિસ્તારમાં હૂમલા માટે રવાના થયા છે. રિપોર્ટ અનુસાર પટ્ટન અને બારામુલા ટાઉનની વચ્ચેના વિસ્તારમાં તેમને હૂમલો કરવા માટે જણાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર હૂમલા માટે તે આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરના એક સ્થાનીક વ્યક્તિની પણ મદદ લઇ રહ્યા છે. પુંછ, રાજોરીમાં પણ ઘુસણખોરી અથવા હૂમલાનો ખતરો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે