અત્યંત આઘાતજનક...નજીવા કારણસર 12 વર્ષના માસૂમની વિદ્યાર્થીઓએ બેટથી ઢોર માર મારી હત્યા કરી

ઋષિકેશ રાનીપોખરીમાં આવેલા ચિલ્ડ્રન હોમ એકેડેમીમાં ભણતા 12 વર્ષના વિદ્યાર્થી વાસુ યાદવની હત્યાના કેસનો ઉત્તરાખંડ પોલીસે ઉકેલ લાવી દીધો છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.

અત્યંત આઘાતજનક...નજીવા કારણસર 12 વર્ષના માસૂમની વિદ્યાર્થીઓએ બેટથી ઢોર માર મારી હત્યા કરી

દહેરાદૂન: ઋષિકેશ રાનીપોખરીમાં આવેલા ચિલ્ડ્રન હોમ એકેડેમીમાં ભણતા 12 વર્ષના વિદ્યાર્થી વાસુ યાદવની હત્યાના કેસનો ઉત્તરાખંડ પોલીસે ઉકેલ લાવી દીધો છે. પોલીસે આ મામલે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. વાત જાણે એણ ચે કે 10 માર્ચના રોજ રાનીપોખરીમાં આવેલા ચિલ્ડ્રન હોમ એકેડેમીમાં ભણતા 12 વર્ષના વાસુ યાદવનું મોત થયું હતું. શાળા પ્રશાસન અને જોલીગ્રાંટ હોસ્પિટલના ડોક્ટરોએ જણાવ્યું કે વિદ્યાર્થીનું મૃત્યું ફૂડ પોઈઝનિંગના કારણે થયું છે. ત્યારબાદ રાણીપોખરી પોલીસ સ્ટેશનમાં પણ ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયું છે એમ માનીને મામલાને રફેદફે કરવાની કોશિશ કરાઈ. એટલું જ નહીં શાળા પ્રશાસને મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને હડબડીમાં તમામ નિયમો નેવે મૂકીને મૃતદેહને હોસ્ટેલમાં જ દફનાવી દીધો. કહેવાય છે કે વિદ્યાર્થી હાપુડનો રહીશ હતો અને તેના પિતા મેરઠમાં રહે છે. જે રક્તપીતના રોગથી પીડાય છે. 

આ મામલો જેવો બાળ સંરક્ષણ આયોગ પહોંચ્યો કે પોલીસની થીયરી પર સવાલ ઉઠવા લાગ્યાં. બાળકના મોતના રહસ્યને ઉકેલવા માટે આયોગના અધ્યક્ષ ઉષા નેગી પોતે શાળા પહોંચ્યા અને તપાસ શરૂ  કરી. તપાસમાં અનેક ચોંકાવનારા તથ્યો સામે આવ્યાં. આયોગે આ સમગ્ર પ્રકરણ પર શાળાની ભૂમિકા પર શંકા દર્શાવી અને બાળકોને પૂછપરછ કરતા આયોગના અધ્યક્ષને જાણવા મળ્યું કે બાળક સાથે મારપીટ કરવામાં આવી હતી જેના કારણે તેનુ મોત થયું. 

આયોગના અધ્યક્ષે પોલીસ પાસે આખો રિપોર્ટ માંગ્યો. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યાં બાદ આગળની કાર્યવાહી અંગે વાત કરી. મૃતક વિદ્યાર્થીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તો તેમાં સ્પષ્ટ રીતે શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યાં હોવાની ડોક્ટરો દ્વારા પુષ્ટિ કરાઈ. એટલું જ નહીં પરંતુ મૃતક વિદ્યાર્થીના શરીરમાંથી લોહી નીકળવાના કારણે બાળકના મોતનો ઉલ્લેખ હતો. પીએમ રિપોર્ટ સામે આવ્યાં બાદ પોલીસે એકેડેમીમાં ભણતા બે વિદ્યાર્થીઓ અને એકેડેમીના વોર્ડન પીટી ટીચર તથા અન્ય એક વ્યક્તિને આ હત્યાના દોષિત ઠેરવતા ધરપકડ કરી લીધી છે. 

12-year-old student murdered in Children Home Academy in Rishikesh, police arrested 5 people including two students

આ બાજુ એકેડેમીના સંચાલક  સ્ટીફન સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી ન થવાથી પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે. પોલીસ દ્વારા પહેલા તો મામલાને દબાવવાની કોશિશ કરાઈ. પરંતુ હવે પોલીસ દ્વારા મામલાનો ખુલાસો થયો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ બાજુ ઋષિકેશ જોલી ગ્રાંટ હોસ્પિટલના ડોક્ટરોની કાર્યપ્રણાલી ઉપર પણ સવાલ ઉઠી રહ્યાં છે. 

મેરઠમાં પુત્રના મોતના સમાચારથી પરિવારમાં માતમ પ્રસરી ગયો છે. બાળ સંરક્ષણ આયોગ દ્વારા મામલાને ગંભીરતાથી લેતા એસએસપી દહેરાદૂન પાસે આખો રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે જે તથ્યો સામે આવ્યાં છે તેમાં જાણવા મળ્યું કે 10 માર્ચના રોજ તમામ બાળકો હોસ્ટલથી ચર્ચ ગયા હતાં. જેમાં મૃતક વાસુ યાદવ પણ સામેલ હતો. રસ્તામાં વાસુએ લેખપાલ સિંહ રાવતની દુકાનથી બિસ્કિટનું એક પેકેટ ચોરી લીધુ જેની સૂચના લેખપાલ સિંહે ચર્ચમાં આવીને સંબધિત સ્ટાફને આપી. સ્ટાફ દ્વારા વાસુને ખખડાવવામાં આવ્યો અને ત્યારબાદ તમામ બાળકોને પરવાનગી વગત આઉટપાસ જતા રોકવાનું કહેવાયું. 

આ મામલે સીનિયર વિદ્યાર્થીઓ 12માં ધોરણના શુભાંકર અને લક્ષ્મણ પર આરોપ છે કે તેમણે હોસ્ટેલ આવીને વાસુ સાથે ક્રિકેટના બેટ અને સ્ટમ્પથી મારપીટ કરી અને તેને મારપીટ બાદ ધાબે લઈ જઈને ઠંડા પાણીથી નવડાવ્યો અને ગંદુ પાણી પીવડાવ્યું. ત્યારબાદ તેને જબરદસ્તીથી ખાવાનું ખવડાવ્યું અને પીટાઈ કરી, આ પીટાઈના કારણે બાળક બેહોશ થઈ ગયો. 

12-year-old student murdered in Children Home Academy in Rishikesh, police arrested 5 people including two students

આરોપ છે કે વિદ્યાર્થીઓએ વાસુને બેહોશીની હાલતમાં જ સ્ટડી રૂમમાં છોડી દીધો. જે બેટથી વાસુની પીટાઈ કરી હતી તેને શાળામાં છૂપાવી દીધુ અને સ્ટમ્પ તથા ચકલીને બાળી મૂક્યાં. વોર્ડને સ્ટડી હોલમાં જ્યારે બાળકોની ગણતરી કરી તો વાસુ બેહોશીની હાલતમાં જોવા મળ્યો. તેને ઉઠાડતા જ તે ઉલ્ટી કરવા લાગ્યો. અફરાતફરીમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. 

પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરી કોર્ટમાં રજુ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી વિદ્યાર્થી શુભાંકર, લક્ષ્મણ, પ્રવીણ, અશોક સોલોમન પીટી ટીચર, અને વોર્ડન અજયકુમારની ધરપકડ કરી છે. 

પોલીસે આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલા બેટ, સ્ટમ્પ, ચકલીઓની અડધી બળેલી લાકડી તથા રાખને કબ્જામાં લીધા છે. પોલીસે એકેડેમીના સંચાલક સ્ટીફન સરકાર વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી  કરી નથી, જેનાથી પોલીસની ભૂમિકા પર શંકા ઉઠી છે. જ્યારે પુત્રના મોતથી પરિવારના માથે આભ તૂટી પડ્યું છે. 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news