કૂલુમાં મોટો અકસ્માત: ખીણમાં ખાબકી સ્કોર્પિયો, 3 બાળકો સહિત 11 લોકોના મોત

જાણકારી અનુસાર કૂલુના રાહનીનાલાની પાસે સ્કોર્પિયો કાર ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા હતા.

કૂલુમાં મોટો અકસ્માત: ખીણમાં ખાબકી સ્કોર્પિયો, 3 બાળકો સહિત 11 લોકોના મોત

સંદીપ સિંહ, મનાલી: હિમાચલ પ્રદેશના કૂલુમાં ગુરૂવારે એક કાર ખીણમાં ખાબકી ગઇ હતી. કારમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં 3 પુરૂષ, 5 મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. જાણકારી અનુસાર કૂલુના રાહનીનાલાની પાસે સ્કોર્પિયો કાર ખીણમાં ખાબકી ગઇ હતી જેમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મનાલીથી પાંગી જઇ રહ્યા હતા. બુધવારે મોટી રાત્રે 12:22 વાગે ગુલાબા ચેક પોસ્ટ પર કારની એંટ્રી થઇ હતી.

કાર જ્યારે સવાર સુધી કોકસર ન પહોંચી તો શોધખોળ શરૂ થઇ. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોડી રાત્રે રાહનીનાલા પાસે ખરાબ હવામાનના લીધે આ અકસ્માત સર્જાયો હતો. એસપી કુલ્લૂ શાલિની અગ્નિહોત્રીએ જાણકારી આપતાં કહ્યું કે બુધવારે મોડી રાત્રે રાહની નાલા પાસે એક સ્કોર્પિયો ખીણ ખાબકી હતી જેમાં સવાર 11 લોકોના મોત નિપજ્યા હતા જેમાં 3 બાળકો પણ સામેલ હતા. 

તેમણે કહ્યું કે સૂચના મળતાં જ પોલીસે પોતાના પક્ષની સાથે ઘટનાસ્થળે પહોંચી છે અને મૃતકોને ઉંડી ખીણમાંથી કાઢી હતી. એસપી શાલિની અગ્નિહોત્રીએ લોકોને અપીલ કરી છે કે ખરાબ હવામાનના લીધે મોડી રાત્રે મુસાફરી કરવાનું ટાળે. ભારતે વરસાદ અને ધુમ્મસના લીધે અકસ્માત થઇ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news