જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ: રાહુલ ગાંધી અને અમરિન્દર સિંહે આપી શ્રદ્ધાંજલિ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ  પૂરા થતા જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સ્વતંત્રતાની જે કિંમત ચૂકવવામાં આવી છે તેને ભૂલવી જોઈએ નહીં. 

જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ:  રાહુલ ગાંધી અને અમરિન્દર સિંહે આપી શ્રદ્ધાંજલિ

અમૃતસર: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના 100 વર્ષ  પૂરા થતા જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે સ્વતંત્રતાની જે કિંમત ચૂકવવામાં આવી છે તેને ભૂલવી જોઈએ નહીં. 

રાહુલની સાથે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહ, મંત્રી નવજોત સિંહ સિદ્ધુ સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ પણ  હાજર હતાં. તમામ નેતાઓએ જલિયાવાલા બાગની અંદર આવેલા સ્મારક સ્થળ પર સવારે શ્રદ્ધાંજલિ આપી. આ સાથે જ 13 એપ્રિલ 1919ના રોજ જે બર્બર રીતે લોકોને મોતને ઘાટ ઉતારાયા હતાં તેમની યાદમાં બે મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું હતું. 

Rahul-Gandhi

રાહુલ ગાંધી શુક્રવારે રાતે અમૃતસર પહોંચ્યા હતાં અને ત્યારબાદ સિંહ સાથે સુવર્ણ મંદિર પણ ગયા હતાં. ત્યાં તેમણે માથું પણ ટેક્યું હતું. રાહુલ ગાંધીએ અહીં વીઝીટર્સ બુકમાં લખ્યું કે આઝાદીની કિંમતને ક્યારેય ભૂલવી જોઈએ નહીં. અમે ભારતના લોકોને સલામ કરીએ છીએ જેમણે આઝાદી માટે પોતાનું બધુ ન્યોછાવર કરી દીધુ. 

ભારતમાં બ્રિટનના રાજદૂત ડોમિનિક આસ્ક્વિથ પણ શનિવારે જલિયાવાલા બાગ સ્મારક સ્થળ પર ગયા હતાં. તેમણે વીઝીટર્સ બુકમાં લખ્યું હતું કે આજથી 100 વર્ષ પહેલાની આ ઘટના બ્રિટિશ ભારતીય ઈતિહાસની એક શરમજનક ઘટના છે. જે કઈ પણ થયું તેનાથી ઉપજેલી પીડાથી અમને ખુબ દુ:ખ છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ પણ જલિયાવાલા બાગ હત્યાકાંડની 100મી વરસી અગાઉ બુધવારે આ ઘટનાને બ્રિટિશ ભારતીય ઈતિહાસમાં શર્મસાર કરનારો ધબ્બો ગણાવ્યો હતો. જો કે તેમણે આ મામલે કોઈ ઔપચારિક માફી માંગી નહતી. 

નોંધનીય છે કે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગમાં 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના દિવસે આ હત્યાકાંડ થયો હતો. જલિયાવાલા બાગમાં સ્વતંત્રતાના સમર્થનમાં શાંતિપૂર્વક પ્રદર્શન કરવા માટે ભેગી થયેલી ભીડ પર કર્નલ આર ડાયરના નેતૃત્વમાં બ્રિટિશ ઈન્ડિયન આર્મીએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતાં. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news