જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો, જે તમારે જાણવી જરૂરી છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર, આર્ટિકલ 370 અને જ્મ્મુ કાશ્મીરનાં પુનર્ગઠન બિલ પર ચર્ચા કરી. એક નજર વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો...
જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીના સંબોધનની 10 મહત્વની વાતો, જે તમારે જાણવી જરૂરી છે

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે 8 વાગ્યે દેશને સંબોધિત કર્યો હતો. રાષ્ટ્રજોગ સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ જમ્મુ કાશ્મીર, આર્ટિકલ 370 અને જ્મ્મુ કાશ્મીરનાં પુનર્ગઠન બિલ પર ચર્ચા કરી. એક નજર વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો...
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં એક નવા યુગની શરૂઆત થઈ છે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી
1. અમે લીધો ઐતિહાસિક નિર્ણય
વડાપ્રધાન મોદીએક હ્યું કે, એક રાષ્ટ્ર તરીકે એક પરિવાર તરીકે તમે, અમે સમગ્ર દેશે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. એક એવી વ્યવસ્થા, જેના કારણે જમ્મુ કાશ્મીર અને લદ્દાખનાં આપણા ભાઇઓ- બહેનો અનેક અધિકારોથી વંચિત હતા, જે તેમનાં વિકાસમાં મોટી બાધા હતી, તે અમે બધાના પ્રયાસોથી હવે દુર થઇ ચુક્યા છીએ.

ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાએ પાકિસ્તાન છોડ્યું, ભારત પરત ફરશે
2. પટેલ, આંબેડકર અને મુખર્જીનું સપનું પુર્ણ થયું
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, જે સપનું સરદાર પટેલનું હતું, બાબા સાહેબ આંબેડકરનું હતું, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું હતું. અટલજી અને કરોડો દેશ ભક્તોનું હતું, જે હવે પુર્ણ થઇ ચુક્યું છે. હવે દેશનાં તમામ નાગરિકોનાં હક અને ફરજ એક સમાન છે. 

ભાજપે કાશ્મીરનો નાશ કર્યો, J&K પુનર્ગઠન બિલ કાળો કાયદો: ગુલામ નબી આઝાદ
3. તમામ ખાલી જગ્યાઓ ભરાશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સાથીઓ ખુબ જ ઝડપથી જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ખાલી પડેલી કેન્દ્ર અને રાજ્ય સરકારની જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ કરવામાં આવશે. જેનાં કારણે સ્થાનિક યુવાનોનાં રોજગારની પુરતી તક પ્રાપ્ત થશે. 

ભારતીય એન્જિન સાથે સમજોતા એક્સપ્રેસ અટારી પહોંચી, કાયમી બંધ
4. 370,35એના કારણે જમ્મુ કાશ્મીરમાં અલગતાવાદ, આતંકવાદ મોટા થયા
આર્ટિકલ 370 અને 35એ જમ્મુ કાશ્મીરના અલગતાવાદ, આતંકવાદ, પરિવારવાદ અને વ્યવસ્થાઓમાં મોટા પ્રમાણમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર ઉપરાંત કંઇ જ કર્યું નથી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ બંન્ને અનુચ્છેદને દેશની વિરુદ્ધ કેટલાક લોકોની ભાવનાઓ ભડકાવવા માટે પાકિસ્તાન દ્વારા એક હથિયારની જેમ ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

કલમ 370 દુર કરવાના નિર્ણય બાદ PM મોદીનું સંબોધન: 8-8-8નો સંયોગ
5. બીજા UTs ની જેમ જમ્મુ કાશ્મીરનાં કર્મચારીઓને મળશે સુવિધા
વડાપ્રધાને કહ્યું કે, તેનો મને સંપુર્ણ વિશ્વાસ છે કે નવી વ્યવસ્થામાં કેન્દ્ર સરકારની આ પ્રાથમિકતા રહેશે કે રાજ્યના કર્મચારીઓ જેમાં જમ્મુ કાશ્મીર પોલીસનો પણ સમાવેશ થાય છે તે બધાને બીજા કેન્દ્ર શાસિત પ્રદેશનાં કર્મચારીઓને બરોબરીની સુવિધા મળશે.

પાકિસ્તાને અટકાવી સમજૌતા એક્સપ્રેસ, કહ્યું- ડ્રાઇવર મોકલી ટ્રેન લઇ જાઓ
6. જમ્મુ કાશ્મીરમાં કલ્યાણકારી કાયદાઓ લાગુ નહોતા થઇ શકતા
આપણા દેશની કોઇ પણ સરકાર હોય તેઓ સંસદમાં કાયદો બનાવીને દેશની ભલાઇ માટે કાર્ય કરે છે, કોઇ પણ દળ અથવા ગઠબંધનની સરકાર હોય, તે કાર્ય નિરન્તર ચાલતી રહે છે. કાયદો બનાવવાનાં સમયે ખુબ જ ચર્ચા થાય છે તેની આવશ્યકતા મુદ્દે ગંભીર પક્ષ રખાય છે. આ પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય તો કાયદો બને છે, તેઓ સમગ્ર દેશનાં લોકોનું ભલુ કરે છે. પરંતુ કોઇ કલ્પના કરી શકે નહી કે સંસદ એટલી મોટી સંખ્યામાં કાયદો બનાવે અને તેઓ દેશનાં એક હિસ્સામાં લાગુ જ થઇ શકે નહી.

ગુલામ નબી આઝાદની શ્રીનગર એરપોર્ટ પર અટકાયત, દિલ્હી મોકલી દેવાયા
7. જમ્મુને કેન્દ્રનાં શાસનમાં લેનારા નિર્ણયને સમજી વિચારીને કર્યો
કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 હટાવવાની સાથે કેટલાક કાલખંડ માટે જમ્મુ કાશ્મીરને સીધો જ કેન્દ્ર સરકારનાં શાસનમાં રાખવાનો નિર્ણય ખુબ જ સમજી વિચારીને લીધો છે. જ્યારથી ત્યાં ગવર્નર શાસન લાગેલું છે ત્યાંથી ત્યાના તંત્ર સીધા કેન્દ્ર સરકરના સંપર્કમાં છે.

આર્ટિકલ 370 મુદ્દે પાકિસ્તાનના વલણ પર રાજનાથનું નિવેદન, કહ્યું- ભગવાન આવા પાડોસી કોઇને ના આપે
8. અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી થાય
આપણે બધા નથી ઇચ્છતા કે આગામી સમયમાં જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી હોય, નવી સરકાર બને, મુખ્યમંત્રી બને. હું જમ્મુ કાશ્મીરનાં લોકોને વિશ્વાસમાં લેવા માંગુ છઉં કે તમારે ખુબ જ ઇમાનદારી સાથે, સંપુર્ણ પારદર્શી વાતાવરણમાં પોતાનાં પ્રતિનિધિઓની પસંદગી કરવાની તક મળશે.

અયોધ્યા કેસ Live: વકીલે સંસ્કૃત શ્લોકનો સંદર્ભ આપી કહ્યું- ‘જન્મભૂમિ ખુબ જ મહત્વપૂર્ણ છે’
9. તમારા જનપ્રતિનિધિ તમારા થકી જ ચૂંટાશે
હું તમને વિશ્વાસમાં લેવા માંગુ છું કે જે પ્રકારે અમે પંચાયત ચૂંટણી પારદર્શીતા સાથે સંપન્ન કરાવ્યું છે, તેવી જ રીતે વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવશે. હું જમ્મુ કાશ્મીરનાં ભાઇ-બહેનોને સ્પષ્ટતાપુર્વક જણાવવા માંગુ છું કે તમારા જનપ્રતિનિધિ તમારા થકી ચૂંટાશે અને તમારી વચ્ચેથી જ આવશે.

આજે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે ભારત રત્ન, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સન્માનિત
10. જમ્મુ કાશ્મીરની જનતા નવી આશા સાથે આગળ વધશે
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને સંપુર્ણ વિશ્વાસ છે કે અનુચ્છેદ 370 હટાવ્યા બાદ જ્યારે આ પંચાયત સભ્યોને નવી વ્યવસ્થામાં કામ કરવાની તક મળશે તો તેઓ કમાલ કરી દેશે. હવે જમ્મુ કાશ્મીરની જનતા અલગાવવાદને પરાસ્ત કરીને નવી આશા સાથે આગળ વધીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news