મોદી કેબિનેટની બેઠકમાં ટ્રિપલ તલાક સહિત આ 10 મોટા નિર્ણય લેવાયા, જુઓ એક ક્લિક પર
મોદી કેબિનેટની બુધવારે થયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં.
Trending Photos
નવી દિલ્હી: મોદી કેબિનેટની બુધવારે થયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં. કેબિનેટે મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) બિલ 2019ને મંજૂરી આપી. સંસદના આગામી સત્રમાં ટ્રિપલ તલાક પર સરકાર નવું બિલ લાવશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનેટને નિર્ણયો અંગે જાણકારી આપી.
1. કેન્દ્રીય કેબિનેટે 20 જૂનથી જમ્મુ અને કાશમીરમાં રાષ્ટ્રપતિ શાસન 6 મહિના વધુ વધારવાની મંજૂરી આપી.
2. કેબિનેટે જમ્મુ કાશ્મીર અનામત (સંશોધક) બિલ 2019ને મંજૂરી આપી. જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના વિસ્તારોમાં રહેતા લોકો માટે રાહતનું પગલું લેવાયું છે. હવે તેઓ અલગ અલગ વ્યવસાયિક પાઠક્યક્રમોમાં સીધી ભરતી અને પ્રવેશમાં અનામતનો લાભ મેળવી શકશે.
3. કેબિનેટે કેન્દ્રીય સૂચિમાં અન્ય પછાત વર્ગની અંદર ઉપ-વર્ગીકરણ માટે સમિતિને બે મહિનાના વિસ્તારની મંજૂરી આપી.
4. કેબિનેટે નવા બિલને મંજૂરી આપી- સાર્વજનિક પરિસરો પર અનાધિકૃત કબ્જો કરનારા પર નકેલ કસવા માટે સાર્વજનિક પરિસર સંશોધક બિલ 2019.
5. કેબિનેટે આધાર તથા અન્ય કાયદા (સંશોધન) બિલ, 2019ને મંજૂરી આપી.
6. કેબિનેટે દાંત ચિકિત્સકો (સંશોધન) બિલન, 2019ને મંજૂરી આપી.
જુઓ LIVE TV
7. 18 મે 2018થી હોમિયોપેથીની કેન્દ્રીય પરિષદના કાર્યકાળને બે વર્ષ માટે વધારવામાં આવ્યો. કેબિનેટે હોમિયોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) બિલ, 2019ને મંજૂરી આપી.
8. કેબિનેટે ભારતીય ચિકિત્સા પરિષદ (સંશોધન) બિલ, 2019ને મંજૂરી આપી.
9. કેબિનેટે નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા કેન્દ્ર બિલ 2019ને મંજૂરી આપી.
10. કેબિનેટે કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓ (શિક્ષક કેડરમાં અનામત) બિલ, 2019ને મંજૂરી આપી. શિક્ષક કેડરમાં સીધી ભરતી દ્વારા 7000 હાલની ખાલી જગ્યાઓ ભરવી. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં શિક્ષકોના સાત હજાર પદ ભરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે