Health Tips: આ 5 સંકેત બતાવે છે કે તમારી આંખ નબળી છે અને તમારે જરૂર છે ચશ્માની

ચશ્માં અથવા લેન્સની મદદથી તમે વસ્તુઓને વધુ સારી રીતે જોવા અને વાંચવામાં મદદ કરી શકો છો, પરંતુ કેટલીક વાર આપણને ખબર હોતી નથી કે આપણી આંખોને ક્યારે ચશ્માની જરૂર હોય છે.

Health Tips: આ 5 સંકેત બતાવે છે કે તમારી આંખ નબળી છે અને તમારે જરૂર છે ચશ્માની

ઝી બ્યૂરો, અમદાવાદઃ ઘણી વાર આપણે કોઈ પુસ્તક વાંચતી વખતે અથવા ફોન પર કંઇક નજર રાખતી વખતે અથવા લેપટોપ પર કામ કરતી વખતે સ્ક્રીનની ખૂબ નજીક આવીએ છીએ અને આપણને ખ્યાલ પણ નથી હોતો કે આપણે જોઈ શકતા નથી અથવા બરાબર વાંચી શકતા નથી. ચશ્માં અથવા લેન્સની મદદથી તમે વસ્તુઓને વધુ સારી રીતે જોવા અને વાંચવામાં મદદ કરી શકો છો, પરંતુ કેટલીક વાર આપણને ખબર હોતી નથી કે આપણી આંખોને ક્યારે ચશ્માની જરૂર હોય છે. જો તમારી આંખો પાણીયુક્ત હોય છે, વારંવાર માથાનો દુખાવો થાય છે, તો પછી આ બધી બાબતો પણ નબળી દૃષ્ટિની નિશાની હોઈ શકે છે.

WHATSAPP ની આ નવી પોલિસી 15 મે પહેલા સ્વીકારી લો, નહીં તો એકાઉન્ટ થઈ જશે બંધ

આંખો પર જોર લગાવીને જોવું
ટીવી પર જે લખ્યું છે તે વાંચવા માટે, કોઈ પુસ્તક અથવા અખબારમાં લખેલી વસ્તુઓને વાંચવા માટે, તમારે તમારી આંખો પર ભાર મૂકવો પડશે અથવા આંખોને નાની કરીને જોવું પડશે. જે તમને જણાવે છે કે તમારી દૃષ્ટિ નબળી છે અને તમને ચશ્માની જરૂર છે. આવી સ્થિતિમાં ડોકટર પાસે જઈને ચેકિંગ કરાવવું જોઈએ.

માથામાં દુખાવો
જો, તમે ખૂબ લાંબા સમય સુધી સ્ક્રીનનો ઉપયોગ ન કરવા છતાં, તમને વારંવાર માથાનો દુખાવો થતો હોય છે અને ગોળી લેવાની જરૂર પડે છે, તો આ એક મોટો સંકેત પણ હોઈ શકે છે કે તમારી આંખો નબળી પડી ગઈ છે અને તેમને ચશ્માની જરૂર છે.

સ્પષ્ટ ન દેખાવું
શું તમને કેટલીક વાર કોઈક વસ્તુ અસ્પષ્ટ દેખાય છે? તમને વસ્તુઓ જોવામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી રહી છે? કેટલીકવાર આખી વિઝન અસ્પષ્ટ દેખાય છે અથવા કેટલીક વાર કેટલોક હિસ્સો જ અસ્પષ્ટ દેખાઈ છે અને બાકીનું બરાબર દેખાય છે. આ સમસ્યાને ધ્યાને લઈને તમારે તમારી આંખોની તપાસ કરવી જોઈએ.

Shivratri Special: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના કરો દર્શન, જાણો દરેક જર્યોતિર્લિંગની છે જુદી-જુદી દંતકથા

ફોન અને ટીવીની નજીક બેસવું
જો તમારે કોઈ ટીવી, સ્માર્ટફોન, કમ્પ્યુટર અથવા લેપટોપ પર વસ્તુઓ જોવા અથવા વાંચવા માટે સ્ક્રીનની ખૂબ નજીક જવાની જરૂર હોય, તો આ એક નિશ્ચિત સંકેત છે કે તમારી દૃષ્ટિ નબળી છે અને તમારે આંખનું ચેકઅપ કરાવવું જરૂરી છે. જો તમને દૂરનું ન દેખાતું હોય તે ચશ્મા પહેરીને સમસ્યાનું સમાધાન લાવી શકાય છે.

WEIGHT LOSS: વજન ઘટાડવાના ચક્કરમાં ક્યારેય ન કરતા આ 9 ભૂલો, નહીં તો બકરું કાઢતા પેસી જશે ઊંટ...

આંખ માંથી પાણી નિકળવું
ઘણી વાર, જો આંખોમાં કંઇક પડે તો , ગંદા હાથથી આંખોને સ્પર્શ કરો જો આંખોને ગંદા હાથથી સ્પર્શ કરશો તો ખંજવાળ આવશે. જેના કારણે આપણે આંખોને રગડવી પડશે. પરંતુ જો તમે વારંવાર આંખોને રગડશો તો અને આંખોમાંથી પાણી આવશે તો તમારે  ચશ્માની જરૂર છે. આવા સમયમાં ચકાસણી કરાવવી જરૂરી છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news