Rice with Roti: રોટલી અને ભાત એક સાથે ખાનારા લોકો થઈ જાઓ સાવધાન! જાણો શું ગંભીર સમસ્યા થઈ શકે

Rice with Roti: લંચ હોય કે ડિનર મોટાભાગના લોકો રોટલી અને ભાત એક સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આ આદતથી નુકસાન પણ થઈ શકે છે.

Rice with Roti: રોટલી અને ભાત એક સાથે ખાનારા લોકો થઈ જાઓ સાવધાન! જાણો શું ગંભીર સમસ્યા થઈ શકે

Rice with Roti: લંચ હોય કે ડિનર મોટાભાગના લોકો રોટલી અને ભાત એક સાથે ખાવાનું પસંદ કરતા હોય છે. પરંતુ એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ આ આદતથી નુકસાન પણ થઈ શકે છે. જાણો રોટલી અને ભાત એકસાથે ખાવાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે. 

કેલરી ઈનટેક વધી જશે
રોટલી અને ભાત એક સાથે ખાવાથી પેટ ભારે ભારે લાગશે અને ઊંધ પણ નહીં આવે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ જો તમે ભાત ખાતા હોવ તો ફક્ત ભાત ખાઓ અને જો રોટલી ખાઓ તો ફક્ત રોટલી  ખાઓ. 

મોટાપાની સમસ્યા
રોજ લંચ અને ડિનરમાં રોટલી સાથે ભાત ખાવાથી તમારા શરીરમાં કેલરી ઈનટેક વધે છે. તેનાથી મોટાપાની સમસ્યા ઉભી થાય છે. 

અપચો અને ગેસની સમસ્યા
કેટલાક લોકોરોટલી ખાધા બાદ પણ વધુ પ્રમાણમાં ભાત ખાઈ લે છે. તેનાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે છે. પ્રમાણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 

ડાઈજેશન પ્રોસેસ સ્લો પડી જાય છે
રાતે ભાત નહીં પરંતુ ફક્ત રોટલી ખાવી જોઈએ. બંને ચીજો સાથે ખાવાથી પેટ સંલગ્ન સમસ્યાઓ થઈ શકે છે. રાતે ડાઈજેશન પ્રોસેસ સ્લો થઈ જાય છે. આથી હળવું ભોજન કરવું જોઈએ. રોટલી સરળતાથી પચી જાય છે. 

શુગરનો પ્રોબ્લમ
વધુ પ્રમાણમાં ભાતના સેવનથી મોટાપો વધવાની સાથે શુગરની સમસ્યા પણ થઈ શકે છે. આથી હાર્ટ અને કિડની સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેથી આ પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news