World Milk Day: દૂધ સાથે ક્યારેય ન લેવી જોઈએ આ વસ્તુઓ, નહીં તો શરીરને થશે હાનિ
દૂધને સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે, પણ શું તમે જાણો છો કે આ અમૃત સમાન ગણાતું દૂધ પણ તમારા માટે ઝહેર બની શકે છે.
Trending Photos
નવી દિલ્લીઃ આજે વિશ્વ દૂધ દિવસ છે. ભારતમાં દૂધનું બહુ મહત્વ છે. દૂધમાં કેલ્શિયમ સહિત અનેક પ્રકારના પોષક તત્વ હોવાથી મોટાભાગના લોકો તેનું સેવન કરે છે. દૂધ શરીરને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. દૂધ પીવાથી હ્રદય રોગ, અનેક પ્રકારના કેન્સર અને ડાયાબિટીઝ જેવી સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. લોકો દૂધના ફાયદાઓ જાણે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં મોટા ભાગે લોકો ચામાં દૂધ નાખી તેનું સેવન કરતા હોય છે. તો ઘણા લોકો ઠંડીની સિઝનમાં હળદળવાળું દૂધ પીતા હોય છે. પરંતુ કેટલીક વસ્તુઓ સાથે દૂધ લેવું ખુબ હાનિકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ વધુ માહિતી.
ફળો સાથે દૂધ-
અનેક એવા ફળ છે જેની સાથે દૂધ ન લેવું જોઈએ. દૂધ પેટ સાફ કરવાનું કામ કરે છે. જ્યારે ફળોમાં કુદરતી નમક અને પાણી હોવાથી તે કીડનીને સાફ કરવાનું કામ કરે છે. બંને વસ્તુઓનું જો મિશ્રણ કરવામાં આવે તો પાંચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. એટલું જ નહીં શરીરમાં ટોક્સિન પણ પેદા થઈ શકે. ઘણીવાર વ્યક્તિને ઉલટી પણ થઈ શકે છે.
દૂધ સાથે ખાટી વસ્તુઓ-
નિષ્ણાતો મુજબ દૂધમાં ખાટી અથવા એસિડીક વસ્તુઓ મીક્સ ન કરવી જોઈએ. વિટામિન Cવાળા ફ્રુટને પણ દૂધ સાથે ન લેવા જોઈએ. તમે જોયું હશે કે દૂધમાં લીંબુનો રસ મીક્સ કરવાથી પનીર બની જાય. તો વિચારો કે જો પેટમાં બંને વસ્તુઓ મીક્સ થાય તો કેવી સમસ્યા થઈ શકે. આવું કરવાથી પેટમાં દુખાવો, કબજિયાત સહિતની સમસ્યાઓ થવાની સંભાવના રહે છે.
માછલી સાથે દૂધ-
આમ જોવા જઈએ તો દૂધ એક ઠંડુ પ્રવાહી છે. જ્યારે માછલીને ખાવાથી શરીરનું તાપમાન વધે છે. હવે દૂધ અને માછલીને સાથે લેવામાં આવે તો શરીરમાં અસંતુલન પેદા થઈ શકે. ખાસ કરીને પાંચન સમસ્યા થઈ શકે છે.
મુળા સાથે દૂધ-
આયુર્વેદ મુજબ મુળો ખાધા બાદ તરત જ દૂધ ન પીવું જોઈએ. કારણ કે મુળો ગર્મ હોય છે. અને દૂધ લેવાથી પેટમાં બળતરા થઈ શકે છે. દૂધ અને મુળાનું સેવન એક સાથે ક્યારેય ન કરવું જોઈએ. મુળા અથવા તેનાની બનેલી કોઈ પણ વસ્તુ આરોગ્યાના 2 કલાક બાદ દૂધ લઈ શકો.
કેળા સાથે દૂધ-
સ્વાસ્થને ધ્યાને રાખીને ઘણા લોકો કેળા સાથે દૂધ લેતા હોય છે. જો કે નિષ્ણાતો આ વાત સાથે સંમત નથી. તેમના મુજબ કેળા અને દૂધ ભારે વસ્તુઓ છે. જેથી તેને પચાવવામાં વાર લાગે છે. આ બંને વસ્તુઓને સાથે લેવાથી થાક પણ વધુ લાગે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરેલું નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારીત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લો. ZEE ન્યુઝ તેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે