ઠંડીની સિઝનમાં તલ ખાઈને બાર મહિના રહો તરોતાજા

તલ આપણાં શરીર માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. શિયાળામાં તલથી બનેલી વાનગીઓ ખાવાથી તમારું શરીર ગરમ રહે છે. જેનાથી તમને ઠંડી સામે રક્ષણ મળે છે. 

ઠંડીની સિઝનમાં તલ ખાઈને બાર મહિના રહો તરોતાજા

ઝી બ્યૂરો, અમદાવાદઃ શિયાળાની ઋતુમાં તંદુરસ્ત રહેવા માટે  અને બીમારીથી બચવા માટે શરીરને હંમેશા ગરમ રાખવું જરૂરી છે. આ ગરમ વસ્તુઓમાં સિંગપાક, તલપાક, સુખડી વગેરે વસ્તુ શરીર માટે લાભકારક છે.ઠંડીની શરૂઆતમાં બધા લોકોના ઘરમાં ગોળની વાનગીઓ બનવા લાગે છે. તેથી જ શિયાળામાં દરેકના ઘરે તલના લાડુ અને તલપાપડી ખાવામાં આવે છે. પરંતુ  દોસ્તો બધી સીઝન કરતા શિયાળામાં ખાવાની અલગ જ માજા છે. સ્વાદની સાથે તલ ઘણા આરોગ્ય માટે લાભદાયી છે.

Image preview

તલ ખાવાના 5 ફાયદાઓ

1. તમારી માનસિક શક્તિ વધશે
જ્યારે તલ વિશે સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે સેસમીનમાં પ્રોટીન, કેલ્શિયમ, ખનિજો, આર્યન અને તાંબું જોવા મળે છે. સેસમીન તે માનસિક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી શિયાળામાં તલ ખાવાથી માનસિક શક્તિ વધે છે. દરરોજ તલનું સેવન કરવાથી યાદશક્તિ નબળી બનતી અને મગજ પર વધુ પડતો ભાર પણ જોવા મળતો નથી.

2.સારી ઊંઘ અને તણાવ ઓછો કરવામાં મદદ કરે છે
તલની અંદર જે વિટામિન હોય છે એનાથી સારી રીતે નિંદર આવવામાં મદદ મળે છે.આ ઉપરાંત સેસમીન તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. મન ને પ્રફુલ્લિત કરી ને હતાશા ને દૂર કરે છે.

3. શરીરના હાડકાને મજબૂત કરે છે
તમે જાણતા હશો કે શિયાળામાં આવતાની સાથે લોકોને હાડકાં અને સાંધામાં સતત દુખાવો રહતો હોય છે. જો તમે પણ આ સમસ્યા રહે છે તો તલનું સેવન તમારી માટે આવશ્ય ફાયદાકારક રહશે.  તેમાં જસત, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા ખનિજો જોવા મળી છે. જે શરીરના હાડકાને મજબૂત બનાવે છે. નવા હાડકાને બનાવવા અને જોડવામાં માટે પણ મદદ કરે છે. 

Having problems with your vision? Sesame seeds to the rescue! | Health News  | Zee News

4 હાઇપરટેન્શન ને દૂર કરે છે
જેમ કે તમે જાણો છો કે તલમાં તેલ જોવા મળે છે. જે હાઇ બ્લડપ્રેશરને ઘટાડો કરે છે. રક્તવાહિની તંત્ર પરનો તણાવ પણ તલથી ઓછો થાય છે. તે હૃદયની સમસ્યાઓથી તમને બચાવે છે. તમારા શરીરને તલમાંથી 25  ટકા જેટલું મેગનેશિયમ મળે છે. તલની અંદર પ્રોટીન, કેલ્શીયમ અને લોમ્પ્લેક્ષ વધારે પ્રમાણમાં મળી આવે છે. તલના સેવનથી માનસિક દુર્ઘટના તેમજ તણાવ દૂર થાય છે. પચાસ ગ્રામ તલ દરરોજ ખાવાથી કેલ્શીયમની આવશ્યકતા પુર્ણ થાય છે.

5. તલ ખાવાથી કલ્સટ્રોલ ઘટે છે
કાળા તલ શરીરમાં રહેલા કલ્સટ્રોલના સ્તરને ઘટાડો કરે છે. તલમાં સેસમીન અને સેસમોલીન નામના પદાર્થ  મળે છે. આ બંને લિંગલાશ નામના ફાઈબરના જૂથો હોય છે.  તલના આહારમાં  ફાઈબરનું પ્રમાણ વધુ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news